સુરત(Surat): શહેરમાં અવારનવાર ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચોરોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના ચોરી કરવા આવે અને ચોરી કરીને ફરાર થઇ જાય છે. ત્યારે આવો જ એક ચોરી(Theft)નો કિસ્સો સુરતના કતારગામ(Katargam) વિસ્તારમાંથી સામે આવ્યો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ચોરો બેફામ બન્યા છે. જેને કારણે હવે લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામમાં આવેલ એક બિલ્ડીંગના પાર્કિંગમાં ચોર આવે છે અને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર બિન્દાસ પણે સાયકલ ચોરીને કરીને ચાલ્યો જાય છે.
આ સમગ્ર ઘટા અંગેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, એક ચોર આવે છે અને સરળતાથી એક મોંઘી દાટ સ્પોર્ટ સાયકલ લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યારે આ ચોરીને જોતા કતારગામ વિસ્તારમાં ચોરોની ટોળકી ફરી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.