એક જ મહિનામાં વિરાવળ બ્રિજ પરથી મોતની ત્રીજી છલાંગ લાગતા મચ્યો ચકચાર

નવસારી(ગુજરાત): આજકાલ લોકો માનસિક રીતે ભાંગી પડીને અથવા આર્થિક તણાવને લઈને અવાર-નવાર પુલ પરથી કુદીને આત્મહત્યા કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પૂર્ણાં નદી પરના પુલ મોતના પુલ તરીકે જાણીતો થાય તો નવાઈ નહીં. કારણ કે, અહી એક મહિનામાં એક જ જગ્યાએથી ત્રણ યુવાને આપઘાત કરવાની ઘટના બની છે. નગરજનો દ્વારા આ પુલ હવે પછી કોઈનો જીવનદીપ નહીં બુઝાવી શકે તે માટે પ્રોટેકશન ગ્રીલ મૂકવાની માંગ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં 50થી વધુ લોકોએ આ પૂર્ણાં નદીના પુલ પરથી મોતની છલાંગ મારી હોવાની મહિતી પણ મળી છે.

જાણવા મળ્યું છે કે, નવસારીના પૂર્ણાં નદીના પુલ પર 3 જુલાઈએ જલાલપોરના 17 વર્ષીય યુવાન, 17મી જુલાઈએ તવડી ગામે રહેતા 44 વર્ષીય યુવાને પોતાનું વાહન મૂકી પૂર્ણા નદીમાં ઝપલાવ્યું હતું. આ ઘટનાના 11 દિવસ બાદ ત્રીજી ઘટના બની હતી. જેમાં સવારે 11 વાગ્યે અજાણ્યા યુવાને પૂર્ણાં નદીમાં અચાનક કૂદી ગયો હતો. જેને રસ્તા પરથી પસાર થતા લોકોએ જોયા બાદ નવસારી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તુરંત પૂર્ણાં નદી પાસે આવીને શોધખોળ શરૂ કરી હતી. હાલમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પૂર્ણાં નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે યુવાનના કોઈ સગડ મળ્યાં ન હતા.

સ્થાનિકો દ્વારા અગાઉ પણ પુલ પર પાણીનો ફ્લો વહે છે તે જગ્યાએ પ્રોટેકશન ગ્રીલ મૂકવા માંગ કરવામાં આવી હતી. જલાલપોરમાં અમૃતનગરમાં રહેતા જીતુભાઇ સાવલિયાનો એકનો એક દીકરો દર્શન ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. 3 જુલાઈએ દર્શન પોતાનું મોપેડ લઈને પૂર્ણાં નદી પાસે ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરી રાત્રિના 8:30 વાગ્યાના સમયે અચાનક પૂર્ણાં નદીના પુલના મધ્યમાં આવીને કૂદી ગયો હતો.

આ ઉપરાંત, જલાલપોરના તવડી ગામે ટાટા નગરમાં રહેતા અનિલ મંગુભાઇ પટેલ દરજીકામ કરી આર્થિક ગુજરાન ચલાવતા હતા. તેમણે 16મી જુલાઈએ રાત્રિના 8 વાગ્યે બાઈક લઈને પૂર્ણાં નદીના પુલ પર આવ્યાં હતા અને મોબાઈલ પર તેમના સ્વજનને ફોન કરી જણાવ્યું કે, હું પૂર્ણાં નદીના પુલ પરથી આત્મહત્યા કરું છું તેમ કહીને મોબાઈલ બાઈકની ડીકીમાં મૂકી દીધો અને ચંપલ પણ બાઈક પાસે મૂકીને કુદી ગયો હતો.

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ધ્યાને લેવાઈ છે અને વિરાવળ બ્રિજ ઉપર બન્ને બાજુ ઉંચી પ્રોટેક્શન ગ્રીલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ અંદાજે 23 લાખ રૂપિયાના ખર્ચે કરવા ટેન્ડર પણ બહાર પડી ગયું છે.

જાણવા મળ્યું છે કે, બ્રિજ ઉપર નીચેના ભાગે આર.સી.સી પેરફીટ હશે અને તેની ઉપર અંદાજીત 1.5 મીટરની જાળી બનાવવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સુરતમાં ઓએનજીસી નજીક તાપી બ્રિજ ઉપર આત્મહત્યાની ઘટના બનતા બ્રિજ ઉપર જે રીતે ઉંચી પ્રોટેક્શન ગ્રીલ બનાવવામાં આવી છે. લગભગ તેવી જ પ્રોટેક્શન ગ્રીલ બનશે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વિરાવળ બ્રિજ દાંડીકૂચ માર્ગ ઉપર આવતો હોવાથી હેરિટેજ નેશનલ હાઇવે હસ્તક છે અને તેની નિગરાનીમાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *