ચેતજો સાથીઓ…! સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ ફોટો કરી દેશે તમારા ખિસ્સા ખાલી- 31 માર્ચ પહેલા લીંક કરાવી લેજો આધાર-પાન, નહીતર…

Aadhaar Card – Pan Card Link: જો વાત કરવામાં આવે તો આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયા(Social media)માં એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો…

Aadhaar Card – Pan Card Link: જો વાત કરવામાં આવે તો આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયા(Social media)માં એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને નેતાઓ અને લોકો પણ જોયા જાણ્યા વગર સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. જે તદ્દન ખોટો એટલે કે ખુબ જ જુનો છે. આ વાયરલ થઇ રહેલો ફોટો ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો છે જે ખુબ જ જુનો ફોટો છે. આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો(Fake message) એટલે કે જુનો છે.

મહત્વનું છે કે, આધાર-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના વાયરલ મેસેજ ખોટો એટલે કે જુનો હોવાનો મોટો ખુલાસો થયો છે. આધાર અને પાનકાર્ડ લિંક કરવા અંગે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી. આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે એક મેસેજ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો એટલે કે જુનો છે.

હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેંસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય. પરંતું આ પ્રકારના લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદન ખોટો છે.

….ભરવો પડી શકે છે 10,000 રૂપિયા સુધીનો દંડ:
જો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક નહિ કરો તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી તમને આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરો છો તો તમને મસમોટો દંડ પણ થઈ શકે છે. જો વાત કરવામાં આવે તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે તો પડશે આ મુશ્કેલી:
જો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે તો 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો. પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો. બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો. તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં. કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે. સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે.

આ રીતે આધાર સાથે પાનકાર્ડ કરો લીંક:


સ્ટેપ:1 પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌથી પહેલા તો તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે અને ત્યાર પછી તે પેજમાં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ:2 ત્યારબાદ એક નવું પેજ ખુલશે, જેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.


સ્ટેપ:3 ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધારમાં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.


સ્ટેપ:4 ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP પ્રાપ્ત થશે .OTP દાખલ કર્યા પછી તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંકની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

સ્ટેપ:5 પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? તે માટે સૌથી પહેલા તો https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ:6 ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ:7 ત્યાર બાદ તમારે સૌ પ્રથમ ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ:8 ત્યાર બાદ તમારે Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ:9 ત્યાર બાદ તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ:10 ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway) અને ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *