સુરત(Surat): ગત અઠવાડિયામાં DCP પ્રશાંત સુંબે(Prashant sumbe)ની સુચનાથી જણાવવામાં આવેલ છે કે, “TRB જવાનો પાસે માત્ર ને માત્ર ટ્રાફિક નિયમન(Traffic regulation)ની ફરજ લેવા માટે અવર નવર લેખીત તથા મૌખિક સુચનાઓ આપવામાં આવેલ હોવા છતાં TRB ના જવાનો દ્વારા એન્ફોર્સમેન્ટ(Enforcement)ની કામગીરી તેમજ વાહનો રોકતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી હવે પછી કોઇ પણ TRB જવાનો એન્ફોર્સમેન્ટની કામગીરી અથવા તો વાહન રોકવાની કામગીરી કરી રહેલ હોવાનું જણાશે તો સંબંધિત સર્કલ/ રીજીયન ઇન્ચાર્જ ની જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.”
ત્યારે આવો હુકમ કરનાર સુરત શહેરના ટ્રાફિક DCP પ્રશાંત સુંબે વિવાદમાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અને વાયરલ થઇ રહેલા ઓડિયોમાં પ્રશાંત સુંબેને લઈને વાતચીત થઇ રહી છે. ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેના સરકારી કોટરમાં ઘર કામ માટે સવારે ૨ અને બોપાર પછી ૧ TRB જવાનને વગર યુનિફોર્મમાં કામે લગાવવામાં આવેલ છે આ પ્રકારની વાતચીત વાયરલ થઇ રહેલા એક ઓડિયોમાં થઇ રહી છે.
જે 3 TRB જવાનો જેમનો પગાર ટ્રાફિક જીયન -૧, રોકડિયા હનુમાન વાળા ACP ઝેડ.એ.શેખ ના કાર્યાલયમાં બતાવામાં આવેલ છે. ડી.સી.પી પ્રશાંત સુંબેના ઘરે કામ કરી રહેલ ત્રણ જેટલા TRB જવાન આખા મહિનાની રજા પાડવામાં આવેલ હોવા છતાં DCPની મહેરબાનીથી પૂરેપૂરો પગાર ચૂકવામાં આવે છે અને સાથ TRB જવાનને ભથ્થું પણ ચૂકવામાં આવે છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, એડિશનલ સી.પી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શ્રી શરદ સિંઘલ ના ઘરે પણ TRB જવાન ઘરકામ કરે છે. આ પ્રકારની માહિતી વાયરલ થયેલા ઓડિયોમાં જાણવા મળે છે.
વાયરલ થઇ રહેલા ઓડિયોમાં TRB જવાન અન્ય કોઈ વ્યક્તિ સાથે કામ મેળવવા બાબતે વાત કરી રહ્યો છે. ત્યારે વાતચીત દરમિયાન જાણવા મળે છે કે એક, બે નહિ પરંતુ ત્રણ ત્રણ TRB જવાબ સુરતના ટ્રાફિક DCPના ઘરે કામ કરે છે. ફક્ત ટ્રાફિક DCP જ નહિ પરંતુ એડિશનલ સી.પી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શ્રી શરદ સિંઘલ ના ઘરે પણ TRB જવાન ઘરકામ કરે છે તે પ્રકારનો ખુલાસો વાયરલ થઇ રહેલા ઓડિયોમાં થયો છે.
ત્યારે સવાલ એ ઊઠી રહ્યા છે કે, TRB ને માત્ર ટ્રાફિક સંચાલન કરવા આદેશ કરનાર ટ્રાફિક DCP ના ઘરે કેમ ત્રણ TRB જવાન કામ કરે છે?, TRB જવાનનું મુખ્ય કામ તો ટ્રાફિકને નિયમન કરવાનું અને ટ્રાફિકને સંચાલન કરવાનું છે તો પછી નિયમોની વિરુદ્ધમાં જઈને શા માટે આ પ્રકારના કાર્ય TRB જવાનો પાસે કરાવવા જોઈએ. હાલમાં આ ઓડિયો વાયરલ થતા આ મુદ્દો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.