ગુજરાત પરથી મોટી ઘાત ટળી અને વાવાઝોડું ફંટાશે પાકિસ્તાન બાજુ- પણ યથાવત છે વરસાદનો કહેર

ગુજરાત(gujarat): “ગુલાબ” બાદ આવી રહેલા “શાહીન” વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નથી. આ અંગે હવામાન વિભાગે(Department of Meteorology) રાહતના આ સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબ સાગર(Arabian Sea)માં ‘શાહીન’ નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જોકે, ગુજરાત પર તેનો કોઈ ખતરો નથી. કારણ કે, શાહીન વાવાઝોડું(Cyclone shahin) પાકિસ્તાન(Pakistan) તરફ વળી જશે. પરંતુ, વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠે પવનની ઝડપથી પ્રતિ કલાક 60ની રહેશે. ત્યારે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવ્યુ છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પણ રહેશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. આ ઉપરાંત, હવામાન વિભાગના મતે આ સીઝનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ગુજરાત ઝોનમાં ફક્ત 3 ટકા જ વરસાદની ઘટ છે. આ ઘટ એકાદ-બે દિવસમાં પૂર્ણ થઈ જશે.

ડેમ એલર્ટ પર
હાલ જયારે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્બારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ દરમિયાન, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 103 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

જ્યારે કચ્છમાં 94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 90 ટકા અને મધ્ય ગુજરાતમાં 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહી 71 ટકા વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજ્યમાં 65 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 53 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. ત્યારે રાજ્યમાં 100 હાઈએલર્ટ પર છે અને 8 ડેમ એલર્ટ પર છે.

ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 ટકા અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *