દાહોદમાં પીકઅપ સ્ટેન્ડ પર રાહ જોતા મુસાફરો પર કાળ બનેલો ટ્રક ફરી વળ્યો, એક મહિલાનું કરુણ મોત 

દાહોદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના દાહોદમાં બની હતી. જેમાં બસની રાહ જોઈને ઉભેલા…

દાહોદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના દાહોદમાં બની હતી. જેમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને ટ્રક ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું જ્યારે પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા પાંચ પૈકી બે મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને ગોધરા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, દાહોદના દેવગઢબારીયાના કાળીડુંગરી ખાતે આજે પીકઅપ સ્ટેન્ડ પાસે મુસાફરો વાહનની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે મુસાફરોને અડફેટે લીધા હતા. આ દરમિયાન એક મહિલા ઉપર તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. આ દરેક ઇજાગ્રસ્તોને 108 મારફતે દેવગઢબારીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ દેવગઢબારીયા પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોર્સ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી અને ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ હોસ્પિટલમાં પરિજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *