આજકાલ વેપાર-ધંધા અને રોજગારી પર કોરોનાની મહામારીને કારણે ઘણી અસર પહોંચી છે. જો કે હાલ કોરોનાની સ્થિતિ સારી થતા ઘણા લોકો આર્થિક ભીંસમાંથી ધીમે ધીમે બહાર આવતા દેખાય રહ્યા છે. જયારે ઘણા લોકો આર્થિક ભીંસમાંથી બહાર આવી શકતા નથી અને હિંમત હારી જાય છે. આવી જ કંઈક ઘટના રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં બની હતી. જ્યાં બે સગાભાઈઓએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જ્યારે કહેવાય રહ્યું છે કે, આ બંને ભાઈઓના આપઘાત પાછળનું કારણ આર્થિક ભીંસમાં આવી જવાનું છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને ભાઈઓને કોઈની પણ સાથે અણબનાવ ન હતો. હાલ પોલીસ દ્વારા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને આ અંગે હજુ વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તેમજ કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ભાઈઓને પૈસાને લઈને પરિવારમાં સહેજ પણ ચિંતા ન હતી. છતાં પણ આ પગલું ભરવા પાછળનું કારણ શોધવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર એક ભાઈનું નામ યતિભાઈ અને બીજા ભાઈનું નામ વિપુલભાઈ કહેવામાં આવી રહ્યું છે. જયારે યતિભાઈ જલારામ મેડિકલ સ્ટોર ગુંદાવાડી મેઈન રોડ પર ચલાવે છે અને બીજા ભાઈ જે 243 નામબરની પેઢી બેડી માર્કેટિંગ યાર્ડમાં ધરાવે છે.
બપોરના સમયે જયારે એક વાગ્યાની આસપાસ બેડી માર્કેટિંગ યાર્ડમાં પોતાની દુકાનનું શટર બંધ કરવામાં આવ્યું. તે દરમિયાન કપાસમાં નાખવામાં આવતી મોનાકોટા નામની એક ઝેરી દવાને બંને ભાઈઓએ ઘટઘટાવી પોતાના જીવ ટૂંકાવ્યા હતા. દવા પીવાના કારણે બંને ભાઈના દુકાનમાં જ મોત નીપજ્યા હતા. હાલ પોલીસ દ્વારા આપઘાત કર્યો અંગે તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.