હાલમાં સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય નિર્ણય માર્ગ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે લેવામાં આવ્યા નથી ત્યારે રાજ્યના સુરત શહેરમાંથી આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.
સુરત-દાંડી રોડ પર અંભેતા પાટીયા પાસે કાર ઝાડની સાથે અથડાતા 2 મિત્રો પૈકી એકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. મૃતક પ્રવીણભાઈ ટાઇલ્સના વેપારી તેમજ પરિવારમાં એકના એક દીકરા હતા. રવિવારે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમ કહીને ઘરેથી નીકળ્યા પછી તેમના મોતના સમાચારથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
10 વર્ષીય દીકરી તથા 4 વર્ષીય દીકરાએ પિતા ગુમાવ્યા:
કમલેશભાઇ જૈન જણાવે છે કે, પ્રવીણભાઈ રાજસ્થાનના વતની હતા. છેલ્લા 10 વર્ષથી સુરતમાં ટાઇલ્સનો વેપાર કરતા હતા. એક 10 વર્ષીય દીકરી તથા 4 વર્ષનો દીકરો છે. સમાજમાં શાંત સ્વભાવની છાપ ધરાવતા પ્રવીણના દુઃખદ અવસાનને લઈ શોકનો માહોલ જોવા મળ્યો છે.
કારના ડ્રાઈવરની હાલત ખુબ ગંભીર:
વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત કારના ચાલક રાજેશભાઇ જગુલાલ ખારોલ હતા. જેમના બન્ને પગમાં તેમજ માથામાં ગભીર ઇજા પહોંચી છે. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. અકસ્માતને લઈ હકીકત રાજેશભાઈ જણાવી શકે છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.