લોકોને પેશાબ વાળી પાણીપુરી ખવડાવતો ભૈયો રંગેહાથ ઝડપાયો- વિડીયો જોઇને ફાંસીએ ચડાવી દેવાનું મન થશે

સોશિયલ મીડિયા પર અનેકવિધ શોકિંગ વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. જ્યારે કેટલાંક વીડિયો રમુજી હોય છે અથવા તો કેટલાંક વિડીયો આપણી આંખ ઉઘાડી ડે…

સોશિયલ મીડિયા પર અનેકવિધ શોકિંગ વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. જ્યારે કેટલાંક વીડિયો રમુજી હોય છે અથવા તો કેટલાંક વિડીયો આપણી આંખ ઉઘાડી ડે એવા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ વીડિયો એક પાણીપુરીની લારીવાળાનો છે. આ પાણીપુરીવાળો પાણીમાં પેશાબ કરતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે પાણીપુરીવાળાની આ ગંદી હરકત સામે આવતા ઠેર-ઠેર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. આ ચોંકાવનાર ઘટના ગુવાહટીમાં આવેલ અઠગાંવ વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.

જ્યાં પાણીપુરીવાળો ફેરિયો એક જગમાં પેશાબ કરતો દેખાય છે. ત્યારપછી તે એ જ જગ પાણીની ડોલમાં ઉધો કરે છે. મગમાં પેશાબ કર્યા પછી લારીવાળો તે જ વાસણમાં પાણીપુરી વેચતો હોય છે. આ વીડિયો અપલોડ થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

તમામ લોકો પુછી રહ્યા છે કે, આ લારીવાળાને આવું કરવાની શું જરૂર પડી! આ ઘટના સામે આવ્યા પછી પોલીસ દ્વારા લારીવાળાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ વીડિયો જોઇને લોકો ગુસ્સાથી લાલ પીળા થઇ રહ્યાં છે. આવું સૌપ્રથમવાર નથી બન્યું કે, કોઇ પાણીપુરીની લારીવાળાનો આવો વીડિયો સામે આવ્યો હોય. આની અગાઉ પણ ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમજ તેમ છતાં આ લોકો ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અટકતાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *