અમેરિકા યુકે ચેતવણી દેતું રહ્યું પણ રશિયા એ યુક્રેન પર હુમલો કરી જ દીધો- જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): મહિનાઓનો ડર સાચો પડ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આજે સવારે તેમના ઈમરજન્સી એડ્રેસમાં પુતિને હુમલાની જાહેરાત કરી હતી. પુતિને કહ્યું કે યુક્રેનની સેનાએ શસ્ત્રો નીચે મૂકવું જોઈએ અને ઘરે પરત ફરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પુતિને યુક્રેનની સાથે ઉભેલા અમેરિકાને પણ ચેતવણી આપતા કહ્યું કે, “જે લોકો આ મામલામાં પાડવા માંગે છે, તેમણે તેવું કર્યું તો ગંભીર પરિણામ ભોગવવું પડશે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે યુક્રેનના એરપોર્ટનો છે. વીડિયોમાં મિસાઈલ એરપોર્ટ પર પડતા સ્પષ્ટ જોઈ શકાય છે. રશિયા યુક્રેન પર ત્રણ-પક્ષીય હુમલો કરી રહ્યું છે. યુક્રેને પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે.

રશિયા-યુક્રેન સરહદ પરની ઘટનાઓ આજે ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. મિસાઈલ હુમલા બાદ યુક્રેનના શહેર મેરીયુપોલમાં ટેન્ક જોવા મળી રહી છે. આ સિવાય એરપોર્ટ નજીક આર્મી પ્લેસમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. અન્ય શહેરોમાં એરપોર્ટ પર પણ હુમલા થયા છે.

યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ગભરાટનો માહોલ છે. યુદ્ધ ક્ષેત્ર સાથે યુક્રેનથી આવી રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના ઘર છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે માર્ગો પર જામની સ્થિતિ જોવા મળી રહી છે. વધુ વિગતો માટે વિડિયો જુઓ.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેને દાવો કર્યો છે કે, રશિયન હુમલામાં તેના 7 નાગરિકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે.

રશિયાએ દાવો કર્યો છે કે, તેની સેના યુક્રેનમાં ઘુસી ગઈ છે. દરમિયાન, યુદ્ધની તબાહીની તસવીરો અને વીડિયો સામે આવવા લાગ્યા છે. યુક્રેનના ઘણા શહેરો પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે.

રશિયાએ મોટો દાવો કર્યો છે કે યુક્રેનનું એર ડિફેન્સ નષ્ટ થઈ ગયું છે. બીજી તરફ યુક્રેને રશિયાના 5 યુદ્ધ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવનું એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે. કિવની સાથે ખાર્કિવ, લુહાન્સ્ક અને ડોન્સ્કમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. કિવ સહિત તમામ એરપોર્ટ બંધ છે.

અમેરિકાએ કહ્યું- નાટો દેશો સાથે યોગ્ય જવાબ આપશે
યુક્રેનમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. રશિયાના હુમલા પર અમેરિકા અને નાટો દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે તે નાટો દેશો સાથે વાતચીત કરીને જડબાતોડ જવાબ આપશે. આ હુમલો એવા સમયે થયો જ્યારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક ચાલી રહી હતી, પરંતુ હવે આ બેઠકનો કોઈ અર્થ નથી.

સૂર્ય ઉગતાની સાથે જ રશિયન સેનાએ કર્યો બોમ્બમારો
જેની શંકા હતી. આખરે એવું જ થયું. યુક્રેનમાં હજુ સૂરજ ઊગ્યો ન હતો કે રશિયન સેનાએ તેના સૌથી મોટા પાડોશી પર ગોળીબાર શરૂ કરી દીધો. Donetsk આ ચિત્ર જુઓ. બ્લાસ્ટ બાદ આગની જ્વાળાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. યુક્રેનિયન શહેર મરીપુલમાં પણ, વિસ્ફોટોના ભયજનક અવાજો રાત્રિના મૌનને ફાડી નાખતા રહ્યા.

બ્લાસ્ટ પછી ઉછળતી લાલ બત્તી ભયાનક દ્રશ્યનું વર્ણન કરી રહી હતી. લુહાન્સ્કનો વિનાશ પણ જુઓ. અહીં બાંધવામાં આવેલા ઘરોને રશિયન શેલથી ભારે નુકસાન થયું છે. ખાર્કિવની જેમ રાજધાની કિવમાં પણ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. રશિયાએ ખાર્કિવ, કિવ, લુહાન્સ્ક, મેરીયુપોલ અને ડોનેત્સ્કમાં ભારે બોમ્બમારો શરૂ કરી દીધો છે.

રશિયાના મતે તેનું નિશાન યુક્રેનનો કોઈ નાગરિક નથી પરંતુ માત્ર યુક્રેનિયન સૈન્ય મથક છે. અહેવાલો અનુસાર, રશિયન સૈનિકો ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહ્યા છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તૈનાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી હતી.

હુમલા બાદ યુક્રેન દ્વારા માર્શલ લો પણ જાહેર કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ઘરમાં રહેવાની અપીલ કરી છે. યુક્રેન પર હુમલા પહેલા, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને એક વિશેષ ટેલિવિઝન સંબોધનમાં યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. પુતિને કહ્યું કે યુક્રેનની સેનાએ શસ્ત્રો નીચે મુકીને પાછા જવું જોઈએ.

જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ન તો યુક્રેન પર કબજો કરવાનો ઇરાદો ધરાવે છે અને ન તો તેઓ કોઈના પર કંઈ લાદવા માગે છે. તેણે યુક્રેનની સેનાને હથિયારો સાથે પાછા ફરવાની અપીલ કરી. તે સ્પષ્ટ છે કે પુતિન ઝુકવાના મૂડમાં નથી. પુતિને જે કરવાનું હતું તે તેણે કર્યું છે. સવાલ એ થાય છે કે હવે શું?

શું અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી પડશે? અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પોતાના લેખિત નિવેદનમાં કહ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ પુતિને પૂર્વયોજિત યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે. જેના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. આ હુમલાથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે માત્ર રશિયા જ જવાબદાર રહેશે. વિશ્વ રશિયાને દોષ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *