મધ્ય પ્રદેશ: એક ગંભીર અકસ્માત મધ્ય પ્રદેશના છિંદવાડામાં સર્જાયો હતો. પુલ સાથે રામકોણાથી પરત ફરતી ગાડીની ગંભીર ટક્કર થઈ હતી, જેના કારણે ગાડીના 2 ભાગમાં વહેચાય ગઈ હતી. અકસ્માતમાં 3 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોચી હતી. સારવાર માટે ઈજાગ્રસ્તોને નાગપુર લઇ જવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પોતાના પરિવાર સાથે સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો. તે શુક્રવારે ગાડી દ્રારા ઘરે પરત આવી રહ્યો હતો. તે દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇક સવાર તેમની કારની સામે આવ્યો હતો. તેનો બચવ કરવામાં સચિન જયસ્વાલે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલ સાથે અથડાઈ ગઈ હતી.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટનામાં સૌંસરની નિવાસી રોશની, માધુરી અને પ્રિયાનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે કાર ચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, સાંજે રામકોણામાં લગ્ન પ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. ત્યાંથી તૈયાર થયા બાદ સાંજ સુધીમાં એમણે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હતું. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.