આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું પાકિસ્તાનને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાન અમેરિકા ના દમ પર દુનિભારમાં જે શેખી મારી રહ્યું હતું તે અમેરિકાએ જ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 3 હજાર 130 કરોડની આર્થિક મદદ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગત મહિને જ ટ્રમ્પ સરકાર સાથે સારા સંબધ બંધાય તે માટે અમેરિકા પહોંચ્યા હતા. ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની આ મુલાકાતને સફળ રહીં હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેમ છતા અમેરિકા પાકિસ્તાનને કોઇ પણ પ્રાકરની મદદની કોઇ જાહેરાતની વાત તો દુર પણ તેને આપવામાં આવતી આર્થિક મદદને પણ બંધ કરી દીધી છે.
એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 44 કરોડ ડોલર (અંદાજે 3130 કરોડ રૂપિયા)ની આર્થિક મદદ અટકાવી દીધી છે. આ મદદ અમેરિકાએ 2010માં પાકિસ્તાનને (PEPA) ઉર્જા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અને નાગરિકોની કલ્યાણ યોજનાઓ માટે 5 વર્ષની અંદર 7.5 અબજ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી હતી.
જોકે, ત્યાર બાદથી જ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન પુરૂ પાડવા અને આંતકવાદીઓને શરણ આપવાનો આરોપ લાગી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ અટકાવી દેવાની જાહેરાત ઇમરાન ખાનના પ્રવાસના ત્રણ અઠવાડિયા પહેલા જ કરી દીધી હતી.
અમેરિકાના કેરી લુગર કાયદા અંતર્ગત પાકિસ્તાનને પાંચ વર્ષના સમય ગાળામાં 7.5 અરબ ડોલર (53.35 હજાર કરોડ રૂપિયા) મળવાના હતા. છેલ્લા નવ વર્ષમાં તેના શરૂઆતના તબક્કામાં આર્થિક મદદ મળી. તે પણ લગભ 4.1 અરબ ડોલર (29 હજાર કરોડ રૂપિયા)ની. ત્યાર બાદથી પહેલા ઓબમા સરકારે અને પછી ટ્રમ્પ સરકારે પહેલા કાપ મુક્યો અને પછી સાવ બંધ કરી દીધી.
જાન્યુઆરી 2018માં પેન્ટાગોને પાકિસ્તાનને આપવામાં આતી 1.3 અરબ ડોલરની મદદ અટકાવી હતી. અમેરિકાનો આરોપ હતો કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છુપાયેલા હક્કાની નેટવર્કની સામે કોઇ પગલા ઉઠાવતા નથી. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ટ્રમ્પ સરકારે આતંકવાદીઓ સામે યોગ્ય પગલા ન ઉઠાવવા માટે પાકિસ્તાન સેને આપવામાં આવતી 30 કરોડ ડોલર (2100 કરોડ રૂપિયા)ની મદદ બંધ કરી દીધી હતી.