ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં પોલીસે કેટલાક લોકોને નગરી પાસ ના આધારે બોર્ડર પાર કરાવનારી એક ડ્રાઈવરને પકડી પાડયો છે. આરોપી યુપી સરકારના લોગો સહિત પર મુખ્ય સચિવના નામથી નકલી પાસ નો ઉપયોગ કરી રહ્યો હતો.
આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે હરિયાણા યુપી બોર્ડર પર ચેકિંગ માટે ગાડીને રોકવામાં આવી. તે સમયે ગાડીમાં ડ્રાઇવર સહિત ૬ લોકો સવાર હતા.એસપીએ જણાવ્યું કે ઈનોવા કારને ઉત્તર પ્રદેશની સીમામાં પ્રવેશ કરવાના ચેકિંગ માટે રોકવામાં આવી હતી. તે સમયે તેમાં છ લોકો સવાર હતા. તમામ લોકો હરિયાણાના ગુરુગ્રામ થી અલ્હાબાદ જઈ રહ્યા હતા. ચેકિંગ દરમિયાન ગાડીના કાચ પર એક પાસ ચોંટાડેલો મળ્યો જે નકલી હતો. તેના પર અફર મુખ્ય સચિવના નકલી સાઇન હતા.
કડકાઈથી પૂછપરછ કરતા ગાડીના ડ્રાઈવર મનોજ કુમારે જણાવ્યું કે lockdown માં આર્થિક લાભ કમાવવાના ઉદ્દેશથી ઈન્ટરનેટની મદદથી તેણે નગરી પાસ બનાવ્યો હતો. જેની મદદથી તે ઘણી વખત બોર્ડર પાર ગયો હતો.એસપીએ જણાવ્યું કે પોલીસે ગાડીને કબજામાં લઈ તમારી આરોપીઓને હિરાસતમાં લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news