સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara)ની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ(Mischief) કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ફક્ત 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. સોમવારના રોજ આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. જેમાં આજે મંગળવારના રોજ કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર એક મહિનાની અંદર એટલે કે 28 દિવસમાં ફાંસીની સજા આપવાની હોય તેવો ગુજરાતના ઈતિહાસનો સૌ પ્રથમ ચુકાદો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટએ બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદો 2012 માં લાગુ કરવામાં આવ્યો હતો. સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસ દ્વારા 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી.
માતા રડી પડી, આરોપીને ઝડપથી ફાંસી મળે તેવી માંગ:
આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તે જજ સમક્ષ હાથ જોડીને, નમીને ઊભો હતો. ચુકાદા બાદ પણ તેના ચહેરાના હાવભાવ પર કોઈ પસ્તાવો નહતો. બીજી તરફ બાળકીની માતાએ ચુકાદા બાદ પોતાનો આક્રંદ કરતા કહ્યુ, રડતાં-રડતાં કહ્યુ કે આ રાક્ષસ છે, તેને જલ્દી ફાંસીએ ચઢાવો, તેને ફાંસી ન અપાઈ ત્યાં સુધી કાળજાને ઠંડક મળશે નહીં, ફુલ જેવી માસુમ બાળકીને પીંખી છે. માતાનો આક્રંદ જોઇને ત્યાં હાજર લોકો-વકીલોના દીલ પણ દ્રવી ઉઠયા હતા.
આરોપી બે બાળકોનો પિતા અભદ્ર વિડીયો જોઈને રેપ કર્યો હતો:
બે બાળકોનો પિતા ગુડ્ડુએ અશ્લીલ વીડિયો જોઈ બાળકીનું અપહરણ કરી બળાત્કાર બાદ હત્યા કરી નાખી હતી. સુરતના પાંડેસરા પોલીસે આ ઘટનામાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.