સુરતમાં ભુવાના ‘આતંક’નો વીડિયો વાયરલ, મહિલાને ભાંડી રહ્યો છે અપશબ્દો

Bhuva Traps The Woman: ગુજરાત રાજ્ય સહીત સુરત શહેરમાં અનેકવાર ભુવાના ઢોંગ ધતીંગના વિડીયો વાયરલ થતા રહે છે. તેમજ આવા અંતક ફેલાવનાર ભુવાને પોલીસ પકડીને સજા પણ આપે છે તેમ છતાં આવા અનેક લોકો જાણે કે સુધરાવવાનું નામ લઇ રહ્યા નથી.આ બાજુ પબ્લિક સામે પણ અનેક આવા વિડીયો રોજબરોજ બનતા રહે છે તેમ છતાં પબ્લિક આવા ખોટા લોકોના માયાજાળમાં(Bhuva Traps The Woman) ફસાઈ જાય છે. ત્યારે આજે ફરી એકવાર સુરતમાંથી એક ખોટા ભુવાનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે.જેમાં તે શરીરમાંથી વળગાડ દૂર કરવાના નામે ભુવો મહિલાઓને અપશબ્દો બોલતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. વાયરલ વીડિયોના આધારે લોકો કથિત ભુવા સામે કાર્યવાહીની માગ કરી રહ્યાં છે.

ભુવો તાળા મારી થયો ફરાર
સુરત શહેરમાં ફરી એકવાર ભુવાના ધતિંગનો વીડિયો સામે આવ્યો છે.આ ભુવાનું નામ ઇમરાન ઉર્ફે જોલિયો છે. ઇમરાન પર આ પહેલા પણ મહિલા પર દુષ્કર્મનામાં કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના અમરોલી આવાસમાં રહેતા ભુવો ઇમરાન ઉર્ફે જોલિયોનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એચ ટુ આવાસનો હોવાનો સામે આવ્યુ છે. આ મામલે પોલીસનુ કહેવુ છે કે, હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા આવી નથી. જોકે, પોલીસે હાલ ભુવાની તપાસ હાથ ધરી છે.

ધર્મના નામે ધતિંગ
આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, ભુવો મહિલાઓને અભદ્ર શબ્દો બોલીને કેટલીક યુવતીઓને માર પણ મારી રહ્યો છે.તેમજ ધર્મના નામે ખોટા ધતિંગ કરી રહ્યો છે. પરંતુ આ વીડિયો જોઇને પોલીસ તેને આ નરાધમન દબોચે તે પહેલા જ આ ભુવો ઘરે તાળુ મારીને ફરાર થઇ ગયો છે. હાલ પોલીસ દ્વારા ભુવાની શોધખોળ કરવામાં આવી રહી છે.

કથિત ભુવો અગાઉ દુષ્કર્મના કેસમાં ઝડપાયેલો
વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા કથિત ભુવાનુ નામ ઇમરાન ઉર્ફે જોલિયો છે. ઇમરાન આ અગાઉ પણ મહિલા પર દુષ્કર્મનામાં કેસમાં પકડાઇ ચૂક્યો છે. આ વીડિયો જોઇને પોલીસ આ નરાધમન દબોચે તે પહેલા જ આ ભુવો ઘરે તાળુ મારીને ફરાર થઇ ગયો છે. હાલ પોલીસ દ્વારા ભુવાની શોધખોળ કરવામાં આવી રહી છે.

અપશબ્દોનો મારો ચલાવ્યો
અમરોલી આવાસમાં રહેતા ભુવો ઇમરાન ઉર્ફે જોલિયોના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો એચ ટુ આવાસનો હોવાનો સામે આવ્યુ છે. આ મામલે પોલીસનુ કહેવુ છે કે, હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા આવી નથી. જોકે, પોલીસે હાલ ભુવાની તપાસ હાથ ધરી છે.આ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, ભુવો મહિલાઓને અભદ્ર શબ્દો બોલીને કેટલીક યુવતીઓને માર પણ મારી રહ્યો છે.

અનેકવાર આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા
આ અગાઉ પણ અનેક વાર આવા કેટલાય વિડીયો સામે આવી ચુક્યા છે.ભારત સહિત ગુજરાતમાં આજે પણ અનેક વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. આ સમયમાં પણ દર્દીને હોસ્પિટલે લઈ જવાના બદલે મંદિરમાં લઈ જવામાં આવે છે. આ સિવાય ભુવા ધુણવા, અનેક રોગો મટાડવા, લેભાગુ તત્વો ધતિંગના નામે ધંધો શરૂ કરી દીધો છે. આવા ભુવા ભારાડી અને અંધશ્રદ્ધા ભર્યા કિસ્સાઓ અનેકવાર ચર્ચામાં આવે છે.તેમજ આવા ભુવાઓના કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.