સમગ્ર ભારતમાં કોરોનનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ 3 લાખથી વધુના કેસ નોંધાઈ રહ્યા છે અને સાથે કેટલાય લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. જે એક ખુબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે લોકો હવે કોરોનાથી બચવા માટે વેક્સીન મુકાવે છે ત્યારે હવે 45 વર્ષ પછી 18 વર્ષની ઉંમરના લોકો રસી મુકાવી રહ્યા છે. ત્યારે રસી મુકાવતા વખતે ઘણા ખરા લોકો ડરી રહ્યા હોય છે અને નતનવા પેતરા કરતા નજરે ચડી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, ચાલો જાણીયે વિસ્તૃતમાં…
હાલમાં સમગ્ર ભારતમાં લોકોને વેક્સીન આપવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે લોકો વેક્સીન મુકાવવા માટે વેક્સિનેશન સેન્ટરે જઈ રહ્યા છે. ત્યારે અનેક લોકોના રસી મુકાવતા વિડિયો જોવા મળી રહ્યા છે. જયારે એક યુવતી પોતે રસી મુકાવવા માટે આટલા નાટક કર્યા કે ડૉક્સ્ટર ખુદ ગુસ્સે થયા હતા. જયારે આ યુવતી રસી મુકાવતી હતી ત્યારે મમ્મી મમ્મીની ચિસો પાડવા લાગી હતી. આટલું જ નહીં પરંતુ તે યુવતી ભાગવાની કોશિશ કરી રહી હતી. જેનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
તમે ઉપરના વીડિયોમાં જોઈ શકો છો કે યુવતી રસી મુકાવવા માટે ખુરસી પર બેઠેલી જોવા મળે છે. ત્યારે ડોક્ટર જલ્દીથી હાથમાં ઇન્જેક્શન લઈને તેમની નજીક આવે છે. જયારે ગભરાયેલી યુવતી ડોક્ટરને એક મિનિટ માટે ખમવાનું કહે છે. આ ગભરાયેલી યુવતીને નર્સ પકડી રહી છે. ત્યારબાદ તે મમ્મી- મમ્મીની બૂમો પાડવા લાગે છે. હેરાન થયેલા ડોક્ટર તે યુવતીને જવા માટે કહે છે. પરંતુ યુવતી ડોકટરને રસી આપવા માટે કહે છે. ત્યારે ડોક્ટરને જલ્દી ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારે યુવતી કહે છે કે ‘હું મમ્મી મમ્મી તો બોલી શકુને!!’ ત્યારે યુવતીને ડોક્ટર જવાબ આપતા કહે છે કે “તમે કાંઈ ના બોલો ” અને શાંતિથી બેસો. ત્યાર પછી પણ યુવતી ચીસો પાડતા ડોક્ટર ગુસ્સામાં આવીને કહે છે કે – “દફા હો જાઓ”.
— Trishul News (@TrishulNews) May 4, 2021
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વિડિઓ લોજીકલ થીંકર નામના યુઝર દ્વારા 3 મેના દિવસે ટ્વિટ કરવામાં આવ્યો છે. આ વિડીઓ અત્યાર સુધીમાં 1 મિલિયનથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે અને સાથે 7 હજારથી પણ વધુ લાઇક્સ આવી ચુકી છે. સાથે 3 હજારથી પણ વધુ રી-ટ્વિટ કરવામાં આવ્યા છે અને કોમેન્ટમાં પણ લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.