ગુજરાતના સીએમ રૂપાણીએ હિન્દી ભાષાને લઈને વારંવાર ટ્રોલ થવું પડે છે આવી જ એક ગરબડ તેમણે દિલ્હી ઈલેક્શનમાં પ્રચાર વખતે કરી દીધી છે. સાબરમતીના વિકાસને લઈને ઉત્સાહિત સીએમ રૂપાણીએ ચુંટણી પ્રચારમાં એવું કહી દીધુ કે પોતાનું જ બોલેલું પોતાને સમજવું અઘરું થઈ પડયુ.
દિલ્હીમાં હાલ ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા. અહીં રેલીને સંબોધતાં વિજય રૂપાણીએ કહ્યું કે, આખા એશિયામાં સાબરમતી નદી સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી છે. જાપાન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી જેવા પ્રમુખ નેતાઓએ પણ નદીના કિનારે પ્રવાસ કર્યો હતો અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ રિવરફ્રન્ટ પણ આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હિન્દી ભાષા પ્રત્યેનો લગાવ ખુબ જાણીતો છે. પણ આ વખતે દિલ્હીમાં ચુંટણી પ્રચાર વખતે સીએમ રૂપાણીએ સ્વચ્છતા સાબરમતી નદી કોણે બનાવી બોલતી વખતે થોડીક ગેરસમજણ ઉભી થાય તેવું બોલી ગયા હતા. જો કે સીએમ વાત તો વડાપ્રધાને નદીઓની સ્વચ્છતા અંગે જ કરી રહ્યા હતા પરંતુ તેમની વાક્ય રચનાને કારણે પહેલી વાર સાંભળતા સાબરમતી નદી નરેન્દ્ર મોદીએ બનાવી તેવો વહેમ પડી જતો હતો. જેને કારણે લોકોએ તેમનો વીડિયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં રૂપાણી પોતે શું બોલી રહ્યા છે તેનીતેને પણ ભાન ન હતી.
સીએમ રૂપાણીએ એવું તો શું કહ્યુ ?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની દુર્દસા દુર કરીને ગુજરાતના વિકાસની વાતો કહેવામાં એવા તો ઉત્સાહમાં આવી ગયા કે તેમણે સાબરમતી નદી સ્વચ્છ બનાવવામાં નરેન્દ્રભાઈ મોદીએ બનાવી છે તેવું સ્ટેટમેન્ટ આપી દીધુ. સાબરમતી નદીને કારણે ટ્રમ્પ પણ ગુજરાત આવશે આ પહેલા પણ દેશ વિદેશના વડાપ્રધાન ગુજરાતમાં સાબરમતી નદી જોવા ખાસ આવ્યા છે. તેવી વાત રજૂ કરતાં જ તેમની જીભ કેવી લપસી તેની જાણ ખુદ તેમને પણ ન રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.