મધ્યપ્રદેશ: આજકાલ અવાર-નવાર ચોકાવનારી ઘટનાઓ જોવા મળતી હોય છે. તેવામાં હાલમાં દેશના અનેક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના સિધિ જિલ્લાના દેવરી ડેમમાં એક એવો નજારો જોવા મળ્યો છે જેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ લાગે છે. અહીં ડેમનું પાણી વાવાઝોડાના કારણે સોમવારના રોજ આકાશને સ્પર્શી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો હજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. આ વાત જાણીને આસપાસના ગામના લોકો પણ આ નજારો જોવા ત્યાં પહોંચ્યા છે. વીડિયોમાં તમને જોવા મળે છે કે, દેવરી ડેમનું પાણી હજારો ફૂટ ઊંચું આકાશને સ્પર્શ કરી રહ્યું છે. જે રીતે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે હવામાં ધૂળની ડમરી ચડે છે તેવી રીતે પાણી આકાશને અડી રહ્યું છે.
આ ઘટનાને તો કેટલાક લોકો ભગવાનનો ચમત્કાર માનવા લાગ્યા છે અને કેટલાક લોકો દુર્લભ વિજ્ઞાનની ઘટના જણાવી રહ્યા છે. આ દરમિયાન કેટલાક યુવકોને પાણી તરફ ન જવા માટે સલાહ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.