તમે કેટલાક ધર્મોમાં એક કરતા વધારે લગ્ન વિશે સાંભળ્યું હશે, પરંતુ એક એવું સ્થળ પણ છે જ્યાં લોકો પાણીને કારણે ઘણા લગ્ન કરે છે. આ ગામમાં લોકો એક કરતા વધારે લગ્ન કરે છે. જેથી ઘરમાં પાણીની તંગી ન રહે.
પાણી માટે કરે છે લગ્ન:
આવું જ કંઈક મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડાંગમમલ નામના ગામમાં થાય છે. આ ગામ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંનું એક છે. આ ગામમાં પીવાના પાણીનો એક જ સ્ત્રોત છે જે ગામથી દૂર ડુંગરોની નીચે છે. ત્યાંથી પાણી મેળવવા માટે લગભગ 10 કલાકનો સમય લાગે છે. આ કારણોસર, અહીંના પુરુષો ઘણા લગ્ન કરે છે.
ઘણા લગ્ન કરે છે:
પહેલા તેઓ ઘણા લગ્ન કરવા માટે મજબૂર બનીયા હતા પરંતુ હવે તેઓનો શોખ બની ગયો છે. અહીં રહેતા સખારામ ભગતના ત્રણ લગ્ન થયા છે. તેની ત્રણ પત્નીઓ એક જ મકાનમાં સાથે રહે છે. તેને પહેલી પત્નીથી 6 બાળકો છે. બાળકોની સંભાળ અને પાણી વહનને કારણે તેણે ત્રણ લગ્ન કર્યા. જે મહિલાઓના પતિ છોડી ગયા હોય અથવા છૂટાછેડા લીધેલી સ્ત્રીઓનાં લગ્ન આ ગામમાં સરળતાથી થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.