હાલ સમગ્ર ગુજરાત કોરોનાના ભયથી કંપી રહ્યું છે. તેમ છતાં લોકોની બેદરકારી સામે આવી રહી છે. સરકારની ઘણી બધી અપીલો હોવા છતાં લોકો આટલી બેદરકારી રાખી રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે.
એક જ પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ પોઝિટિવ
21 માર્ચના રોજ શ્રીલંકાથી પાછા આવેલા 12 લોકોના ગૃપ પૈકી 52 વર્ષીય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હવે તેના પરિવારના 3 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા તંત્ર દોડતુ થઇ ગયું છે. જેમાં 52 વર્ષના પતિ, તેની પત્ની, 27 વર્ષની પુત્રી અને 29 વર્ષની પુત્રવધૂનો સમાવેશ થાય છે.
કોરોના વાયરસના ભય વચ્ચે બારીમાં ઊભા રહી કપલે કર્યા લગ્ન, વિડીયો વાયરલ
કોરોના વાયરસના ભય વચ્ચે બારીમાં ઊભા રહી કપલે કર્યા લગ્ન, વિડીયો વાયરલ