જિલ્લામાંથી એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોતાના ત્રણ બાળકોને નોંધારા મૂકી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેને લઈને તણાવમાં આવી ગયેલા પતિએ પણ પોતાનું જીવન ટૂંકવી દીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, અશોક પોતાની પત્ની તેમજ ત્રણ બાળકો સાથે રહેતો હતો. અશોકના લગ્ન પુષ્પા નામની મહિલા સાથે થયા હતા. આ દરમિયાન તેણે ત્રણ બાળકોને જન્મ પણ આપ્યો હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અશોકની પત્નીનો સ્વભાવ બદલાતો ગયો હતો. પુષ્પા નાની નાની બાબતે ખૂબ જ ઝઘડા કરવા લાગી હતી.
પુષ્પાનું આ રીતે એકાએક વર્તન બદલાતું જોઈને અશોકને તેની પર શંકા થવા લાગી હતી અને અશોકની આ શંકા એક દિવસ સત્ય સાબિત થઈ હતી. એક દિવસ અશોક સવારના સમયે પોતાની નોકરી ધંધે ગયો હતો. આ દરમિયાન પુષ્પા પોતાના ત્રણે બાળકોને નોંધારા મૂકી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે સાંજના સમયે અશોક ઘરે આવતા જોયું તો તેના ત્રણેય બાળકો ભૂખ્યા અને તરસ્યા રડી રહ્યા હતા.
આ પછી તેને જાણકારી મળી હતી કે, તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. આ માહિતી મળતાની સાથે અશોક ખૂબ જ તણાવવામાં રહેવા લાગ્યો હતો. તેમજ હતાશ થઈને વિચારવા લાગ્યો હતો કે, હવે સમાજના લોકો તેના વિશે શું વિચારશે? આ સાથે જ ખૂબ અપમાન પણ થશે. તેમજ તેના ત્રણેય બાળકોને પણ કોણ સાચવશે. આવા અનેક વિચારો તેના મનમાં આવવા લાગ્યા હતા.
આ પછી તેણે પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી બૈરી ત્રણેય બાળકોને મૂકીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે હવે મારે પણ આ દુનિયામાં રહેવું નથી. આવું કહી અશોકે પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પોતાના ભાઈ સાથે ફોનમાં વાત થઈ હોવાથી અશોકનો ભાઈ તાત્કાલિક પણે અશોકના ઘરે પહોંચ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અશોક એ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ સમગ્ર ઘટના હરિયાણાના (Haryana)ના પાણીપત(panipat)ની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.