ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ આવીજ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. લગ્નજીવન દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હોય છે, પરંતુ ઘણીવાર ઝઘડાઓનું પરિણામ જિંદગીના અંત સુધી પહોંચી જાય છે. અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના પતિને ફોન કર્યો હતો. તે દરમ્યાન પતિએ મહિલાને મારી જવા અંગે કહ્યું હતું. “એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી વટવામાં રહેતી યુવતીએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો.
આત્મ્હ્યા કરતા પહેલા પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે…ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.
અમદાવાદના વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે લઈ ગયા હતા. વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આઇશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો.
તારે મરવું હોય તો મરી જા: પતિના આઇશાને અંતિમ શબ્દો
બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આઇશાએ મેં આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આઇશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle