અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ દરમિયાન ફરીવાર અમદાવાદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ દ્વારા પરિણીત યુવાનની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પરિચિત મહિલા પર પરિણીત યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ સાથે રામોલ પોલીસ દ્વારા ફરિયાદ આધારે યુવાનની કરી ધરપકડ કરવામાં આવી છે.
આ બાનવમાં મહિલાએ ફરિયાદ કરી છે કે, તેના ઘરે સિલાઈ મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે. જે ઘટનામાં મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે, બંને એટલે કે મહિલા અને શખ્સ બને એકબીજાના પરિચિત છે. કારણ કે, અગાઉ બંને સુરેલીયા વિસ્તારમાં આસ-પાસ રહેતા હતા. જેથી બને એકબીજાથી પરિચિત હતા. તેમજ આરોપી શિલાઈ મશિનનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે acp આઈ ડિવિઝન એન એલ દેસાઈનું કેહવું છે કે, હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ પણ કરવામાં આવી રહી છે. હાલ તો દુષ્કર્મની ઘટનામાં પોલીસ દ્વાર મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ શક્યતા પણ રહેલી છે. આ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.