સાસરિયામાં કહ્યું: જો આ ઘરમાં દીકરીને જન્મ આપ્યો છે તો બંનેને મારી નાખીશું, જાણો પછી…

દેશમાં દીકરીઓની સંખ્યા દિવસે દિવસે ખુબ ઓછી થતી જાય છે. દીકરીની સંખ્યામાં વધારો થાય તે માટે ભારત સરકાર પણ ઘણા પ્રયાસો કરી રહી છે, પરંતુ ઘણા લોકોને પુત્રની ઘેલછા હોય છે અને તેઓ પુત્રવધુ પર પુત્રની પ્રાપ્તિ માટે દબાણ કરતા હોય છે. ભૂતકાળના સમયમાં એવા પણ કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે કે, જેમાં પરિણીતા પુત્રીને જન્મ આપે તો સાસરીયાઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવે છે અને ઘરમાંથી પણ કાઢી નાંખવામાં આવે છે, અંતે તે ન્યાય માટે પોલીસ સ્ટેશનના દરવાજાઓ ખખડાવે છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયઓ સામે દહેજની માંગણી કરવા અને પુત્રીના જન્મ થવા પર મારી નાંખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી પાયલના લગ્ન મહેસાણાના હિતેશ નામના યુવક સાથે થયા હતા. હિતેશના પરિવારજનો લગ્ન પછી પાયલને અવાર-નવાર દુઃખ આપતા હતા અને પતિ હિતેશ પાયલ સાથે મારઝૂડ પણ કરતો હતો. લગ્ન પછી હિતેશને કાર લેવી હતી આથી તેણે પાયલને પિયરમાંથી 25 લાખ રૂપિયા લઇ આવવાનું જણાવ્યું હતું.

લગ્ન થયાને થોડા સમય બાદ પાયલ ગર્ભવતી બની હતી. તેને તેના સંતાનને જન્મ આપવાની ખુબ ખુશી હતી પરંતુ એક-એક પાયલના સાસરીયાઓએ તેને ધમકી આપતા કહ્યું કે, જો તું દીકરીને જન્મ આપીશ તો તમને બંનેને મારી નાંખીશું. આ પ્રકારની ધમકી આપ્યા પછી પાયલ તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી અને પરિવારજનોને આ સમગ્ર મામલે જાણકારી આપી હતી અને ત્યારબાદ પાયલ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, જેઠ-જેઠાણી, નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અહીં આપેલા પત્રોના નામ બદલવામાં આવ્યા છે, તો તેની આપ સૌએ ખાસ નોંધ લેવી. ખુબ ખુબ આભાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *