સોમવારે સાંજે એક 4 માળના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાર માળના મકાનમાં ભીષણ આગ લાગ્યા બાદ ઘરમાં રહેતી યુવતીએ ત્રીજા માળેથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. યુવતીની હાલત નાજુક છે. આ ઘટના બિહારના નવાદા જિલ્લાના કાદિરગંજ બજારની છે. આ ઘટનાઓ વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાયમાં આવી રહ્યું છે.
તમે વીડિયોમાં જોશો કે, યુવતી પોતાને બચાવવા માટે ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉતરી અને ત્યારબાદ રેલિંગની મદદથી બચવાના પ્રયત્ન કરે છે. ત્યારબાદ કોઈ રસ્તો ન દેખાતા તેણે ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. કાદિરગંજ નિવાસી સુરેન્દ્ર કેસરીના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઘરનો સામાન, દાગીના, કપડાં વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. આગ ઓલવવાના પ્રયાસમાં પરિવારના ઘણા સભ્યો દાઝી ગયા છે.
આખા મકાનમાં આગ લાગતા ચોથા માળેથી કુદી યુવતી- જુઓ ઘટનાનો LIVE વિડીયો#aag #bihar #trishulnews pic.twitter.com/TsvJCFeklh
— Trishul News (@TrishulNews) January 17, 2023
ઘટની જાણ થતા જ ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મોડી સાંજે પરિવારના સભ્યો બેઠા હતા ત્યારે શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કપડાની દુકાનમાં પણ આગ લાગી હતી. લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ આગમાં ઉપરના ત્રણેય માળ બળીને રાખ થઈ ગયા હતા.
આ આગમાં આગમાં પરિવારના 7 સભ્યો સળગી ગયા હતા. પરિવારના અન્ય સભ્ય બહાર નીકળી ગયા હતા. ત્યારે સોનમ (28) અંદર ફસાઈ ગઈ હતી. તે ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઉતરી અને પોતાનો જીવ બચાવવા છલાંગ લગાવી. તેની હાલત ગંભીર છે. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.