યુવતી ખુલ્લેઆમ ફરી રહી હતી બજારમાં- પોલીસે આવીને કર્યું કઈક આવું, જુઓ વિડીયો

માલદીવના એક બીચ પર વિદેશી મહિલા ટૂરિસ્ટ સાથે પોલીસે ખરાબ વ્યવહાર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ત્રણ પોલીસ ઑફિસર મહિલા પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એક વ્યક્તિ મહિલાને ટુવાલથી ઢાંકતો નજરે આવી રહ્યો છે.

ઘટના સાથે સંબંધિત વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ પોલીસ કમિશ્નરે માફી માગી છે. જણાવી દઇએ કે માલદીવ સુંદર બીચના કારણે દુનિયાભરમાં ચર્ચિત છે અને મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અહીં આવે છે.

આ મામલો માલદીવના માફુશી આઇલેન્ડનો છે. એક બ્રિટિશ મહિલા બિકીની પહેરીને ફરી રહી હતી. આ દરમિયાન ત્યાં પોલીસને કહે છે, તમે મારુ યૌન શોષણ કરી રહ્યાં છો.

માલદીવ પોલીસ સર્વિસ કમિશ્નર મોહમ્મદ હામિદે જાહેરમાં માફી માગી છે અને કહ્યું કે અધિકારીઓએ ખોટી રીતે આ મામલાને હેન્ડલ કર્યો.સાથે જ પોલીસે તેમ પણ કહ્યું કે, તેમને ગુરુવારની સાંજે ફરિયાદ મળી હતી કે એક મહિલા નશામાં છે અને આપત્તિજનક કપડામાં છે. મહિલાએ તેની વાત સાંભળવાથી ઇનકાર કરી દીધો.

પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી હતી અને પછીથી કોઇ આરોપ વિના તેને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવી.સ્થાનિક મીડિયા અનુસાર, હોલીડે રિસોર્ટમાં ટૂરિસ્ટ બિકીની પહેરી શકે છે પરંતુ માફુશી આઇલેન્ડના બીચ પર બિકીની પહેરવા પર પ્રતિબંધ છે.

જણાવી દઇએ કે ગત વર્ષે ફિલિપીન્સના બોરાકે આઇલેન્ડનો પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. એક મહિલા ટૂરિસ્ટ ફક્ત દોરા જેટલી પાતળી બીકીની પહેરીને બીચ પર ફરી રહી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *