‘ભુપેન્દ્ર નહીં અમારા માટે તો નીતિનભાઈ જ મુખ્યમંત્રી’- જાણો કોણે આપી દીધું આવું વિવાદિત નિવેદન

તમને શું રાજ્ય સરકાર (State Government) મજાક લાગે છે? શું તમે સમાજનો વિકાસ કરવા માટે કોઈ સરકાર પર આધાર રાખીને બેઠા છો?બસ આ જ તમારી…

તમને શું રાજ્ય સરકાર (State Government) મજાક લાગે છે? શું તમે સમાજનો વિકાસ કરવા માટે કોઈ સરકાર પર આધાર રાખીને બેઠા છો?બસ આ જ તમારી ભૂલ અથવા તો ભ્રમણા કહો તો એ છે. ઉત્તર ગુજરાત (North Gujarat) માં આવેલ મહેસાણા (Mehsana) પાસેના કોચવા ગામના (Village) સરપંચ એક એવા સક્ષમ છે કે, જેને કોઈ વિકાસ માટે સરકારની જરૂર નથી.

કોચવાના સરપંચ અશોક બારોટ જણાવે છે કે, મે જીવનમાં ક્યારેય પણ તાલુકા પંચાયત જ નથી જોઈ એમ છતાં છેલ્લા 20 વર્ષથી હું સરપંચ છું. સરપંચ બારોટે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી એ શબ્દ કેવળ ભ્રમ છે,અમારા માટે તો મુખ્યમંત્રી નીતિન પટેલ જ છે.

અમારા માટે નીતિન પટેલ જ મુખ્યમંત્રી -સરપંચ
રાજ્યસભા સાંસદ જુગલ લોખંડવાલા રાજ્ય સભા સાંસદ બન્યા એના પાછળની હકીકત જણાવતા સરપંચ બારોટ જણાવે છે કે, વડાપ્રધાન અથવા તો ગૃહમંત્રી ક્યારેય પણ કોઈને એમ ને એમ પદ નથી આપી દેતા. લોખંડવાલા ક્યાંક તેમના પ્રીતિ પાત્ર રહ્યા હશે તો જ આટલું મોટું પદ મળી શકે.

ભાજપમાં બધું સંભવ છે. આની માટે કોઈ નાણા કાર્યકર્તાએ ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં. અહી ક્યારે’ય પણ લોટરી લાગી શકે છે. જયારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે જણાવે છે કે, મુખ્યમંત્રી શબ્દ ભ્રમ છે. નીતિનભાઈ જ અમારા માટે મુખ્યમંત્રી છે તેમજ રહેશે. કેટલાક લોકો પદથી ઓળખાય છે તો તેમનો રૂઆબ પણ પદને લીધે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *