રૂપાણી સરકારના રાજમાં AAP એ કરી બતાવ્યું એવું કામ કે, હવે ગુજરાત ભાજપ ટેન્શનમાં મુકાશે- જાણો વિગતે

AAPને થોડા સમય પહેલા જ દિલ્લીમાં સતત 3જી વખત જીત મળી છે. જેના કારણે હવે AAPનો જુસ્સો વધ્યો છે અને હવે AAPની નજર ગુજરાત સહિત અન્ય રાજ્યો પર પણ છે. હાલમ AAP મુંબઇ નગરપાલિકા ઉપર કબજો જમાવવાની સતત તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, AAP  મુંબઇમાં કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે તે એકલા જ પોતાના દમ પર જ ચૂંટણી લડશે. ત્યારે હવે રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ છે.

રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ જણાવ્યુ હતું કે, હવે AAP પાર્ટી ગુજરાતમાં સક્રિય થઇ છે. ગુજરાતમાં AAP પાર્ટીનુ સંગઠન વધુ મજબૂત બનાવવામાં આવશે. AAPએ ગુજરાતમાં રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે. દિલ્લીની જેમ ગુજરાતમાં પણ AAPએ મિસ્ડકોલના માધ્યમથી આ પાર્ટીમાં જાહેર જનતા જોડાઇ શકે તેવી યોજના શરુ કરી છે. ગુજરાતમાં આ વર્ષે યોજાનાર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ AAP લડશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડની ચૂંટણીમાં AAP ઝંપલાવશે. ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓને પણ AAPમાં તક આપવામાં આવશે.

મુંબઈ મનપાની ચૂંટણીમાં આપ કોઇ સાથે ગઠબંધન નહીં કરેઃ સંજયસિંહ

AAP હવે મહારાષ્ટ્ર, મુંબઇ સહિત પોતાના દેશવ્યાપી વિસ્તાર પર ધ્યાન આપશે. થોડા દિવસ અગાઉ AAPના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે, દિલ્લીમાં કેજરીવાલ સરકારે કામ કર્યું છે અને કામના દમ પર મજબૂતીથી સરકારની વાપસી થઇ છે. અને હવે પાર્ટી મુંબઇ સહિત અન્ય રાજ્યોની મહાનગરપાલિકામાં પણ મજબૂતીથી ચૂંટણી લડશે. સંજયસિંહે વધુમાં કહ્યું કે, મુંબઇ મનપાની ચૂંટણીમાં પાર્ટી કોઇ સાથે ગઠબંધન નહીં કરે. અને પોતાના દમ પર ચૂંટણી લડશે. મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યસભાના સાંસદ સુશીલકુમાર ગુપ્તા ગુજરાતમાં 3 દિવસની મુલાકાતે

આમ આદમી પાર્ટી દ્વારા આગામી વર્ષોમાં દેશભરમાં સતા પરિવર્તનથી વ્યવસ્થા પરિવર્તનના મૂળ ઉદ્દેશ સાથે હવે દેશભરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં સદસ્ય અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ સંગઠન મજબૂત કરવા તેમજ પ્રજાના પ્રશ્નો તેમજ સમસ્યાઓને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રત્યનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુશીલકુમાર ગુપ્તા ગુજરાતમાં 3 દિવસની મુલાકાતે આવતા હોવાથી તેઓ ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં મુલાકાત આવશે. પ્રજાને પડતી સમસ્યાઓ માટે નક્કર નિરાકરણ માટે પણ મુલાકાત લેશે.

AAP દ્વારા સદસ્યતા અભિયાન શરૂ

હાલમાં AAP દ્વારા સદસ્યતા અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અભિયાન 23 માર્ચ સુધી અભિયાન ચાલશે. અભિયાન હેઠળ 1 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય છે. આ અભિયાનને રાષ્ટ્ર નિર્માણ અભિયાન નામ અપાયુ છે. આજથી દેશના 20 રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં આપના રાષ્ટ્ર નિર્માણ અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી.સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આપના એજન્ડા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્ર નિર્માણ અભિયાન હેઠળ મિસ કોલ નમ્બર સાથે પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં રાજ્યની તમામ ચૂંટણીઓમાં આપ પોતાના ઉમેદવાર ઉભા રાખશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની સંસાથો જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં આપ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. એટલું જ નહીં પરંતુ આગામી વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર આપના ઉમેદવારો જોવા મળશે. મિસ કોલ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરશે. દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રજાહિતના કામો અને દિલ્હીની પ્રજાએ શા માટે ફરી આપ પર વિશ્વાસ મુક્યો એ બાબતે દેશની જનતાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *