પાંચ વર્ષની નાના બાળકોને ચા કે કોફી માતા પિતા આપતા નથી. પરંતુ ઈંડોનેશિયામાં એક એવી બાળકી છે જે રોજ 1.5 લીટર કોફી પીવે છે અને તેની ઉંમર હાલ માત્ર 14 મહિનાની છે. આ બાળકી આટલી કોફી પીવે છે તેમ છતાં તે સ્વસ્થ છે.
આ બાળકીનું નામ હદીજાહ છે. તે પશ્ચિમી સુલાવેસી પ્રાંતના તોનરો લીમા ગામમાં રહે છે. આ બાળકીના માતાપિતા ખૂબ ગરીબ છે. તેઓ રોજ બાળકીને દૂધ પીવડાવી શકે તે શક્ય નથી તેથી તેના માતાપિતા તેને બ્રૂ કરેલી કોફી પીવડાવે છે.
આ બાળકી અને કોફી પીવાની વાત જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે પોલેવેસી હેલ્થ એજન્સીએ તેના માતાપિતાને મળી અને બાળકી માટે દૂધ અને બિસ્કીટ આપ્યા. તેમણે જણાવ્યું કે કોફી પીવડાવવી બાળકી માટે નુકસાનકારક છે.
બાળકીની માતાનું કહેવું છે તે તેનો પતિ નાળિયેર છોલવાનું કામ કરે છે અને તેને રોજ 100 રૂપિયા મળે છે. પરંતુ આટલા ઓછા પૈસામાં ઘર ચલાવવું મુશ્કેલ છે. તેવામાં બાળકીને દૂધ કેવી રીતે આપી શકાય. તેથી તે બાળકીને કોફી પીવડાવતા.
બાળકીની માતા જણાવે છે કે તેને કોફી પીવાની આદત પડી ચુકી છે. જ્યાં સુધી તેને કોફી ન મળે ત્યાં સુધી તે ઊંઘતી પણ નથી. જો કોઈ દિવસે તેને કોફી ન મળે તો તે રડવા લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો