સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે આ કોરોનાનું સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં આંશિક પ્રતિબંધો લગાવ્યા હતા અને હજુ પણ પ્રતીબંધ લાગુ છે.
ત્યારે 4 જુનના રોજ રાજયસરકારે અમુક પ્રતિબંધોને હળવા કર્યા છે. જેને લીધે રાજ્યમાં હેર સલૂન અને બ્યુટી પાર્લર હવે સાંજેના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીની સમય મર્યાદા રાત્રે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ટેક અવે ને રાતના 9 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે.
ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને જીમ શરુ રાખવામાં આવી હતી. કતારગામના લક્ષ્મી એન્ક્લેવમાં આવેલા શેપર જીમ સરકારના નિયમોનું ઉલ્લઘન કરીને શરુ રાખવામાં આવી હતી. જયારે પોલીસને આ અંગેની જાણ થતા પોલીસે જીમ પર દરોડા પાડ્યા હતા. સરકારના નિયમ અનુસાર જીમ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ જીમ ચાલુ રાખવામાં આવ્યું હતું.
પોલીસે દરોડા પાડતા જીમની અંદરથી 32 જેટલા લોકો જોવા મળ્યા હતા. આ 32 લોકોએ માસ્ક પહેર્યું ન હતું, જેને કારણે પોલીસ દ્વારા 32 લોકો પાસેથી 32 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હતો. જયારે જીમના સંચાલક અને જીમ ટ્રેનર પર એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.