પંજાબના માણસા શહેરમાં રહેતા એક ભંગારવાળાએ ત્રણ હેલિકોપ્ટર ખરીદ્યા છે. ભંગારવાળાએ એક હેલિકોપ્ટર લઇને તેમના શહેર પહોંચ્યા કે તરત જ લોકો ઉમટી પડ્યા હતા. લોકો હેલિકોપ્ટરને જોવા માટે દૂર-દૂરથી આવવા લાગ્યા અને ફોટો લેવાનું શરૂ કર્યું હતું.
હકીકતમાં ભંગારવાળાએ આ હેલિકોપ્ટર ભારતીય વાયુસેના પાસેથી ખરીદ્યા હતા, જે સંપૂર્ણ રીતે ભંગારમાં ફેરવાઈ ગયા છે. દરેક હેલિકોપ્ટરનું વજન આશરે 10 ટન છે. ભંગારવાળાએ આ હેલિકોપ્ટર તેમને હરાજીમાં લીધેલ છે. આર્મી દ્વારા વેચેલા છ હેલિકોપ્ટરમાંથી એક હેલિકોપ્ટર મુંબઇની એક પાર્ટી દ્વારા ખરીદવામાં આવ્યું છે. જ્યારે બે હેલિકોપ્ટર લુધિયાણામાં હોટલના માલિક દ્વારા ખરીદવામાં આવ્યા છે. બાકીના ત્રણ હેલિકોપ્ટર મીઠ્ઠું ભંગારવાળા દ્વારા ખરીદવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મીઠ્ઠું ભંગારવાળો પંજાબનું એક જાણીતું નામ છે. જે મોટાભાગે આ પ્રકારના મોટા સોદા કરે છે. આ હેલિકોપ્ટર તેમણે ભારતીય વાયુસેના પાસેથી ભંગારમાં ખરીદ્યા છે. પરંતુ મીઠ્ઠું ભંગારવાળો હેલિકોપ્ટર લઈને માણસા શહેર પહોંચતાની સાથે જ આખું શહેર હેલિકોપ્ટરને જોવા માટે એકઠું થઈ ગયું હતું. બધાએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું હતું.
હેલિકોપ્ટરમાં ફોટા અને સેલ્ફી લીધા બાદ લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે કોરોના સમયગાળા પછી પ્રથમ વખત લોકોના ચહેરા પર ખુશી આવી છે. આ હેલિકોપ્ટર શહેરના લોકો માટે મનોરંજનનું સાધન બની ગયું છે.
આ હેલિકોપ્ટર આખા શહેરના મનોરંજનનું કેન્દ્ર બન્યું છે. તે જ ભંગારવાળો ભાડાથી પણ મોટો નફો કરી રહ્યો છે કારણ કે આ હેલિકોપ્ટરને મહેલમાં પાર્ક કરવા માટે ઘણા હોટલના માલિક અને પ્રવાસીઓ ભંગારવાળાને ભાડુ ચૂકવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.