કોરોનાના કહેર વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ શહેરોને ભયંકર ગરમીનો સામનો કરવો પડશે

These cities of Gujarat will have to face severe heat

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસતથી ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના કુલ 12 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપના 40.4 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ સૌરાષ્ટ્રના સોમનાથ, ભાવનગર-પોરબંદરમાં હિટવેવની શક્યતાઓ છે.  રવિવારે અમદાવાદ સહિત કુલ 12 શહેરોનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. જેમાં સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોધારું હતું. આ સિવાય ડીસામાં ૪૧ડિગ્રી, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી તેમજ રાજકોટમા મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોધાયું હતું.

સાયક્લોનિક સરેક્યુલ્શનની સિસ્ટમ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આમ અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાજ્યમાં બપોરે ગરમી, વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ત્રણ ઋતુનો અનુભવ થયો હતો.

અમદાવાદ શહેરમાં 40.4, ડીસા શહેરમાં 41, ગાંધીનગર શહેરમાં 40.7, વડોદરા શહેરમાં 40.6, સુરત શહેરમાં 39.8, અમરેલી શહેરમાં 41, ભાવનગર શહેરમાં 40.1, ઓખા શહેરમાં 30.1, પોરબંદર શહેરમાં 39.2, રાજકોટ શહેરમાં 40.7, વેરાવળ શહેરમાં 37, સુરેન્દ્રનગર શહેરમાં 41.3, કેશોદ શહેરમાં 40.8.

ગુજરાતના આ શહેરોમાં આ પ્રમાણે વાતાવરણ રહેશે. અને લોકોને આટલી ભયંકર ગરમીનો ભોગ લેવો પડશે. કોરોના કહેર વચ્ચે આ શહેરોના લોકોને ગરમી પણ સહન કરવી પડશે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: