ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરમાંથી એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા(Social media)ના ફેસબુક(Facebook) માધ્યમમાં એક યુવાને પોસ્ટ શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે, હું આપઘાત કરી રહ્યો છું. પરંતુ તેના મિત્રો એની પાસે પહોચ્યા હતા અને તે બચી ગયો હતો.
જાણો શું છે સમગ્ર મામલો:
અમે તમને જણાવી દઈએ કે, યુવાને ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી અને તેમાં લખ્યું હતું કે, હું આશિષ રામોલિયા હું આપઘાત કરું છું અને મારા મોતના જવાબદાર સદીપ ધડુક અને ધીરજ સિસગિયા છે. હું અને જલક છેલ્લા 6 મહિના જોડે રહીએ છે. અમે એક બીજા ને ખુબ પ્રેમ કરીએ છે. તારીખ 5 નવેમ્બરના રોજ મારા ઘરેથી ધાક ધમકી આપીને જલકને તેડી ગયા છે. મને ખૂબ હેરાન કર્યો છે. મારા ઘરે દિવાળીને બીજા દિવસે સવારે પણ ધમકી દેવા આવ્યા હતા. જલકને ફોર્સ કરીને તેડી જવાનું કીધું હતું પણ જલક ના પાડી હતી અને તેણે કિધુ હતું કે, હવે અમે જોઈ લઈશું.
વધુમાં જણાવતા કહ્યું છે કે, તારીખ 5 નવેમ્બર પછી જલકને ફોસલાવીને અને જાળમાં ફસાવીને તેડી ગયા અને અને શાપર વેરાવળ(રાજકોટ) પોલીસ સ્ટેશન જઈને મારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જલકે મને કીધું કે, તારી ઉપર દબાણથી સંદિપ અને ધીરજે ફરિયાદ કરાવડાવી છે. 6 નવેમ્બરના સવારે મારા નંબર પર વિડિયો કોલ આવ્યો અને જલકે કીધું આ લોકો મને ગોંધી રાખી છે અને તું મને છોડાવ. એટલે આશિષએ કીધુ તું ક્યાં છે, ત્યારે તેણે કેશોદ છું એમ કીધું. જલકે પણ કીધું હું તારા વગર નહિ રહી શકું ગમે તેમ કરીને તું મને તેડી જા.
વધુમાં કહ્યું છે કે, મારી પાસે વિડિયો કોલનું પણ રેકોર્ડિંગ છે. એટલે મારે કેવું છે ગુજરાત પોલીસને કે, જલકને તમે ગમે કરી ને મુક્ત કરાવડાવો. જલકને પણ મારી પાસે રેવું છે પણ એ લોકો આવવા દેતા નથી. જલક વિડિયો કોલ કરી ને બવ જ રોવે છે મને ને જલક બોવ જ હેરાન કરતા હતા. માટે સાચો ન્યાય આપો. ગુજરાત પોલીસને મારી વિનંતી સચોટ તપાસ કરી મને ન્યાય આપે. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવીને વિનંતી છે આ કેસ તપાસ પોતે કરાવે એવી મારી વિનંતી…
મળતી માહિતી અનુસાર, સદનસીબે તેના મિત્રો તેની પાસે પહોંચી ગયા હતા અને તેનો જીવ બચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.