બે વર્ષ પહેલા કોરોનામાં મોતને ભેટેલો યુવાન અચાનક જીવતો પાછો આવ્યો, પરિવારને આંખે અંધારા આવી ગયા

Men returns home after 2 years, declared died in COVID: કોરોનાની બીજી લહેરમાં એક વ્યક્તિ જેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેને લોકો મૃત માનતા હતા, તે હવે તેના ઘરે જીવંત પાછો ફર્યો છે. જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ધાર (Dhar) જિલ્લામાં અગ્નિસંસ્કાર કર્યા બાદ બે વર્ષે જીવતા પરત ફરેલા (Madhya Pradesh: Men returns home after 2 years) વ્યક્તિને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કમલેશ પાટીદાર ગુજરાતના વડોદરા જિલ્લામાં કામ કરતા હતા. આ વ્યક્તિના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, શનિવારે તેનો પરિવાર ચોંકી ગયો હતો જ્યારે બે વર્ષ બાદ મૃત ગણાતા વ્યક્તિએ સવારે લગભગ 6 વાગ્યે કરોંદ કાલા ગામમાં તેની માસીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. વાત કરવામાં આવે તો આ વ્યક્તિની ઉંમર 35 વર્ષ છે અને તેનું નામ કમલેશ પાટીદાર છે.

કમલેશના પિતરાઈ ભાઈ મુકેશ પાટીદારે શનિવારે જણાવ્યું કે, કમલેશ કોરોનાની બીજી લહેર દરમિયાન બીમાર પડ્યો હતો અને બાદમાં હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અંતિમ સંસ્કાર પછી માણસ જીવતો પાછો ફર્યો:

કમલેશના પિતરાઈ ભાઈ મુકેશ પાટીદારે જણાવ્યું કે, હોસ્પિટલે એક મૃતદેહ પણ સોંપ્યો હતો, જેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. મુકેશે કહ્યું, ‘હવે તે ઘરે પરત ફર્યો છે પરંતુ તેણે આ સમયગાળા દરમિયાન ક્યાં હતો તે અંગે કંઈ જણાવ્યું નથી.’ અંતિમ સંસ્કાર કર્યા બાદ પણ વ્યક્તિ જીવતો પાછો ઘરે આવ્યો છે.

વડોદરા હોસ્પિટલે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો:

કનવન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામસિંહ રાઠોડે જણાવ્યું કે, સંબંધીઓના જણાવ્યા અનુસાર, કમલેશ પાટીદાર 2021માં કોરોના વાયરસથી સંક્રમિત હતો અને તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કોવિડ-19 સંક્રમણને કારણે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પરિવારે જ કર્યા હતા અંતિમ સંસ્કાર:

મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોએ વડોદરાની હોસ્પિટલે આપેલા મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફર્યા હતા. અધિકારીએ કહ્યું કે કમલેશ પાટીદારનું નિવેદન નોંધ્યા બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *