મહેસાણા(ગુજરાત): બે દિવસ પહેલા મહેસાણા શહેરમાં નૂગર બાયપાસ પાસેથી તાજી જન્મેલી બાળકી રોડ ની સાઈડ માંથી ફેકીદેવાયેલી હાલત માં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે બાળકી સાથે આવું કૃત્ય કરનાર 4 આરોપીને થોડાક જ સમયમાં અટકાયત કરી હતી.
બે દિવસ અગાઉ મહેસાણા શહેરમાં વહેલી સવારે નૂગર બાયપાસ પાસે આવેલ ગોગા મહારાજના મંદિર પાસે એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. જોકે સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે બાળકીને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડી હતી. ત્યારબાદ આ કૃત્ય કરનાર માતા વિરુધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે CCTV ની મદદ થી ચાર જેટલા આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
પી.એસ.આઈ એમ બી.વાઘેલાના જણાવ્યા અનુસાર, આરોપીને ઝડપવા પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ શરુ કરી હતી. આ દરમિયાન રોડની સાઈડમાં આવેલ હોટેલના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ રીક્ષા નજરે ચડી હતી. સમગ્ર મામલે રીક્ષા ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના વહેલી સવારે મહોલ્લાની જ ત્રણ મહિલા ભાડે રીક્ષા કરી યુવતીને લઈને દવાખાને જવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં કપડાં બદલવાનું કહેતા રીક્ષા નૂગર બાયપાસ પાસે રોકાવી આ ત્રણ મહિલા રોડ ની સાઈડ માં આવેલી જાળીઓ માં કપડાં બદલવાના બહાને જઈને યુવતીની ડિલિવરી કરી હતી. ત્યારબાદ બાળકીને ત્યાં ફેંકી રીક્ષા પરત લઈને પાંચ કનોડા આવી હતી.
જોકે સમગ્ર ઘટનામાં મહેસાણા તાલુકા પોલીસે બાળકીની માતા હેતલ દોલજી ઠાકોર, જાસી બેન દોલજી ઠાકોર યુવતી ની માતા અને યુવતીની દાદી કલી બેન રામજી ઠાકોર અને મદદ કરનાર રીક્ષા ચાલક વિજય જી જીવણ જી ઠાકોર વિરુધ આઈ પી સી કલમ 317 ,114 મુજબ 4 આરોપીઓની ધડપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.