ટ્રાફિક TRB ની લેડીની છેડતી કરી એવો ખોટો કેસ કરી ગુના માં ફિટ કરી દઈશ, ટાંટિયા તોડી નાખીશ જેવી ધમકીઓ આપી અમરોલી ના પોલીસ કર્મી દ્વારા હમોને ડરાવવાની ના-કામયાબ કોશિશ કરવામાં આવી છે.
કોરોના મહામારીમાં વોરીયર્સ તરીકે નામના પામેલ અને ઘણી સારી કામગીરી કરનાર પોલીસ તંત્રને કેટલાક કર્મચારીઓ હવે કલંક લગાવી રહ્યા છે. અમરોલીમાં રહેતા એક એન્જિનિયર યુવકને ટ્રાફિક પોલીસની ચોકીમાં લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. ખોટી રીતે મેમો અપાયો હતો અને તેની રજૂઆત કરનાર યુવકને સાંભળવાને બદલે તમાચા માર્યા હતા. યુવકે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાય માટેની માગણી કરી છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હજીરાના કંપનીમાં કામ કરતાં એન્જિનિયર હસમુખ શામજી ભાઈ વોરા ૧૪મી જૂનના રોજ બપોરે 11:45 કલાકે પોતાની મોટરસાયકલ લઈ વાળ કપાવવા નીકળ્યા હતા. તે દરમિયાન અમરોલી ચાર રસ્તા પર હસમુખ ને રોકી ને ટીઆરબી જવાને સીધો ફટકારી મેમો આપ્યો હતો. વાળ કપાવ્યા બાદ હસમુખ એ મેમો જોતા તેને જણાવ્યું હતું કે, આ મેમો ખોટી રીતે અપાયો છે. પોતે એકલો હોવા છતાં તેને મોટર વ્હીકલ એકટની કલમ 194 મુજબ ઓવરલોડિંગ માં ત્રણ સવારી નો મેમો અપાયો હતો.
આ અંગે હસમુખ ફરી ટ્રાફિક પોઇન્ટ પર જઈને ખોટી રીતે મેમો અપાયો હોવાની રજૂઆત કરી હતી. જેને પગલે ટ્રાફિક પોલીસે તેની સાથે આડુંઅવળું બોલી ગેરવર્તન શરૂ કર્યું હતું. પોલીસના વર્તનને હસમુખ એ પોતાના મોબાઈલમાં વિડીયો શુટીંગ થી કંડારવાનું શરુ કર્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓએ તેનો મોબાઇલ લઇ લીધા બાદ તેને પોલીસ ચોકીમાં લઈ ગયા હતા. ત્યાં દરવાજો બંધ કરી હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ રસિકભાઈ દ્વારા હસમુખ ને ગાલ પર અને કાન પર ત્રણથી ચાર લાખ મારી દીધા હતા. અને હસમુખ ને ધમકાવીને તેના ટાટીયા તોડી નાંખીને ત્યારબાદ લેડી મારફતે છેડતીની ફરિયાદ નોંધાવી ગુનામાં ફિટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ત્યારબાદ બાર્બી જવાન હસમુખ ને બાઈક વાળના દુકાનેથી લઈ આવ્યો હતો અને મોટર વ્હીકલ એકટની કલમ 207 અનુસાર રિપોર્ટ ભરી આરટીઓનો મેમો આયો હતો. ત્યાંથી નીકળ્યા બાદ હસમુખ ને ચક્કર આવતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે એમએલસી કરાયા બાદ પોતાની સાથે બનેલી ઘટના સંદર્ભે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ માટે ગયો હતો. ત્યારે ત્યાં હાજર વિ.એ. ડોડીયા નામના પોલીસ અધિકારીએ તેની ફરિયાદ લેવાની ના પાડતા આખરે પોલીસ કમિશનરને અરજી કરી છે. અને પોલીસ કોન્સ્ટેબલ પર વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news