આજના યુવાનો દર પાંચ મીનીટે આ એક ખાસ વસ્તુ જોવા માટે તડપડે છે, જાણો અહીં  

આજે મોટાભાગના ઘરમાં જોઈશું તો એક વર્ષની ઉંમરના બાળકથી માંડીને ૬૦ વર્ષના વૃદ્ધને પણ મોબાઇલ ફેનની લત લાગેલી જોવા મળે છે. એકથી ચાર વર્ષના બાળકને હાથમાં મોબાઇલ ફેન આપો તો જ ખાવા બેસે. હાથમાં મોબાઇલ હોય તો જ તમારું કહેવું કેટલાક અંશે કરશે. જો તેને મોબાઇલ નહીં આપો તો તે ખાશે નહીં કે ઊંઘશે નહીં. કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈના ત્યાં મહેમાન બનીને ગયા હોવ ત્યારે બાળકને શાંત રાખવા માટે મોટાભાગના વાલી પોતાના બાળકના હાથમાં મોબાઇલ ફેન પકડાવી દેશે. વળી, ગૌરવ પણ લેશે કે, અમારે તો તેને યૂ ટયૂબ ખોલતા આવડે છે! ફેટા ખોલીને જોતા આવડે છે ! વીડિયો ખોલીને જોતા આવડે છે ! વગેરે. આ બાળક જ્યારે થોડું મોટું થાય પછી તે વીડિયો ગેઇમ રમશે. ઇન્ટરનેટ પર પોતાની પસંદગીની બાબત સર્ચ કરીને સમય પસાર કરશે. ટૂંકમાં, દિવસે ને દિવસે મોબાઇલ ફેન સાથેની લત પડતી જશે. આજના નાના બાળકોને રમકડાં રમવાં કરતાં મોબાઇલ ફેન રમવો વધુ પસંદ છે.

દેશની મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પુરી પાડતી કંપનીઓએ હમણા તેના પ્રિપેડ અને પોસ્ટપેડના દરમાં વધારો કર્યો છે.તેમ છતાં આખા વિશ્વમાં ભારત એવો દેશ છે જ્યાં ઇન્ટરનેટ પ્રમાણમાં સસ્તું છે. ભારત આજે સ્માર્ટફોનનું સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોન યુઝર્સ છે. મોબાઈલ ફોનની લત યુવાનો અને બાળકોને હિંસક બનાવતી હોવાનો અગાઉ એક સર્વેમાં ખુલાસો થયો હતો. પરંતુ હવે ધીરે-ધીરે મોબાઈલ ફોનની આડઅસરો પણ સામે આવી રહી છે. મોબાઈલ ફોનની લત મગજની સાથે આંખોને પણ ગંભીર રીતે નુકશાન કરી રહી છે. મોબાઈલ ફોનના સતત વપરાશથી લોકોની આંખો નબળી પડી રહી હોવાનું તબીબો માની રહ્યાં છે.

ચીનની મોબાઇલ કંપની વિવોએ સાયબર મીડિયા રિસર્ચ સાથે કરેલા એક સર્વેક્ષણ મુજબ, ભારતના લોકો વર્ષના 75 દિવસ મોબાઇલ પાછળ ગાળે છે. સર્વેક્ષણમાં સામેલ  75% લોકો માને છે કે કિશોર વયે તેમની પાસે પોતાનો સ્માર્ટફોન છે. જ્યારે 41% લોકોએ કહ્યું  કે, તેમની પાસે ગ્રેજ્યુએશન અને હાઇસ્કૂલ પાસ કર્યા પછી પોતાનો સ્માર્ટફોન આવ્યો છે. આ સર્વે દેશના જુદા જુદા શહેરોમાં ઓનલાઇન કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં યુવાનો, ગૃહિણી સહિત વિવિધ વર્ગના લોકોનો સમાવેશ કરાયો હતો. સર્વેમાં સામેલ લોકોની ઉંમર 18 થી 45 વર્ષ સુધીની હતી. જેમાં 64 ટકા પુરુષો અને 36 ટકા મહિલાઓ હતી. મોટાભાગના ભારતીયો વર્ષમાં તેમના કામના ત્રીજા ભાગનો સમય અથવા લગભગ 1800 કલાક ફોન પર વિતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *