ભારતમાં દિવસેને દિવસે ચોરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતમાં આવેલ સુરતના વેડરોડ વિસ્તારમાં બન્યો છે. વેડ રોડ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ચોરોએ મોબાઈલની દુકાનને નિશાન બનાવી હતી અને કિંમતી મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા હતા.
દુકાનના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. જ્યારે ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં લક્ષ્મી મોબાઈલ શોપ આવેલ છે. જેને રાત્રિ કર્ફ્યુ દરમિયાન ચોરોએ નિશાન બનાવી ચોરી હતી.
દુકાનના શટરને વચ્ચેથી ઉંચું કરી ચોરોએ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રહેલા કિંમતી મોબાઈલની ચોરી કરી ભાગી ગયા હતા. સવારે દુકાનના માલિકને ચોરીની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ચોરો રાત્રિ કર્ફ્યુ દરમિયાન દુકાનોને નિશાન બનાવી રહ્યા છે.
કતારગામ અને ચોક બજાર વિસ્તારમાં ચોરીનો સિલસિલો વધી રહ્યો છે. જેથી રાત્રિ કર્ફ્યુમાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. લક્ષ્મી મોબાઈલ શોપમાં ચોરી કરવા આવેલ કુલ 4 જેટલા ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં 2 ચોરોએ ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. જ્યારે અન્ય 2 ચોરના ચહેરા સીસીટીવીમાં કેદ થયાં છે. હાલમાં તો સીસીટીવી આધારે પોલીસે ચોરને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle