શહેરમાં ગુનાખોરોનો વધતો આતંક: એક જ અઠવાડિયામાં 5 જેટલી બુલેટની થઇ ચોરી

રાજકોટ(ગુજરાત): શહેરમાં ગુનાખોરીને અટકાવવ માટે પોલીસ કમિશનરે નવી નિયમ બનાવો છે. ક્રાઇમરેટ ઊંચો ન દેખાય તે માટે વાહન ચોરી સહિતના અનેક નાના બનાવોની ફરિયાદ નોંધવાનું બંધ કર્યું છે અને જયારે ગુનેગાર પકડાય ત્યારે ફરિયાદીને શોધી શોધીને ગુના નોંધવામાં આવે છે, આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠવાડિયામાં 5 જેટલી બુલેટની ચોરી થઇ હતી પરંતુ એકપણ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. ક્રાઇમ બ્રાંચે 1 બુલેટ અને પોરબંદર પોલીસે 2 બુલેટ જપ્ત કરી હતી.

અઠવાડિયાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલેટ ચોર ગેંગે હંગામો મચાવ્યો હતો. 8 દિવસમાં પાંચ બુલેટની ચોરી થતાં પોલીસ દોડતી થઇ હતી. જામનગર રોડ પર રેલનગર અન્ડરબ્રિજ તરફ જતા રસ્તા પરથી મંગળવારે બુલેટ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલા રૈયાગામના સોહીલ જુમા જાફરાણી અને રેલનગરના આશિષ અરવિંદ ગોહેલને ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધડપકડ કરીને પૂછપરછ કરતાં અઠ‌વાડિયા પહેલા બંને વ્યક્તિએ ગોપાલચોકમાંથી તેના મિત્ર અંકુર સાથે મળીને બુલેટની ચોરીની કબૂલાત કરી હતી. બંનેને ક્રાઇમ બ્રાંચે બુલેટ જપ્ત કરીને યુનિવર્સિટી પોલીસને સોપણી કરી હતી. એટલું જ નહીં પોરબંદર પોલીસે હિરેન નામના અઠંગ વાહન ઉઠાવગીરને 2 બુલેટ સાથે ધડપકડ કરી હતી.

ચોરાઉ બુલેટ સાથે પોલીસે સોહીલ અને આશિષની ધડપકડ કરી હતી. બંને વ્યક્તિએ કબૂલાત કરી હતી કે, અઠવાડિયા પહેલા ગોપાલચોકમાંથી બુલેટની ચોરી કરી હતી, પરંતુ તે સમયે પોલીસે ફરિયાદ નોંધી નહોતી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મંગળવારે સવારે આ બુલેટ ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી અને સાંજે ક્રાઇમ બ્રાંચે એ ચોરાઉ બુલેટ સાથે 2 વ્યક્તિએની ધડપકડ કરી હોવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *