બજારમાં જાંબલી બટાકાએ પણ દસ્ક્ત દઈ દીધી છે. જાંબલી બટાકા(Purple potatoes)ની ઉપરની ચામડી જાંબલી રંગની હોય છે અને તેનો સ્વાદ થોડો અલગ પ્રકારનો હોય છે. દક્ષિણ અમેરિકા(South America)ના એક વિસ્તારમાં જોવા મળતા જાંબલી બટાકા ભારત(India)ના બજારોમાં ઓછા જોવા મળે છે. પરંતુ જાંબલી બટાકા સુપર માર્કેટમાં સરળતાથી મળી જશે.
જાંબલી બટાકાની રચના સામાન્ય બટાકાની જેમ જ હોય છે, પરંતુ જ્યારે પોષણની વાત આવે છે, ત્યારે તે નોર્મલ બટેટા કરતાં વધુ ફાયદાકારક છે. જાંબલી બટાકામાં પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે. તેને ખાવાના શું ફાયદા(advantages) છે અને તેને કેવી રીતે રાંધવામાં આવે છે તે જાણવું જરૂરી છે.
જાંબલી બટાકા ખાવાના ફાયદા:
-કેન્સરનું જોખમ ઘટાડવું:
જાંબલી બટાકામાં કેન્સર વિરોધી ગુણ હોય છે. તે કોષોમાં ગાંઠો બનવાનું જોખમ પણ ઘટાડી શકે છે. સંશોધન સૂચવે છે કે આ બટાકાનું સેવન કરવાથી આંતરડા, કોલોન વગેરેમાં ગાંઠો બનવાની શક્યતા 50% ઘટાડી શકાય છે.
-બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે:
જાંબલી બટેટા હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશરના દર્દીઓ બંને માટે ફાયદાકારક છે. જાંબલી બટાકાના સેવનથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર 3% અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 4% જેટલું ઘટાડી શકાય છે.
-પાચન બરાબર થાય છે:
જાંબલી બટાકામાં પોલિફીનોલ હોય છે. જે પેટને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
-લીવરની સંભાળ રાખો:
જાંબલી બટાકામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે લીવર રોગોથી દૂર રહે છે. આ બટાકાના સેવનથી એન્ટીઓક્સીડેન્ટ એક્ટિવિટી વધે છે, જેના કારણે લીવરની ચરબી ઓછી થાય છે.
જાંબલી બટેકા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી ઘણી બીમારીઓને દૂર રાખી શકાય છે, પરંતુ આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ જરૂર લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.