કોઈપણ વ્યક્તિ ના કપાળ પર ચાંદલો અથવા તિલક જોઈને મનમાં એ સવાલ સ્વાભાવિક રીતે ઊભો થતો હોય છે કે આખરે આ તિલક કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે? હકીકતમાં લગાવવા પાછળ આધ્યાત્મિક ભાવના ની સાથે સાથે બીજા અન્ય પણ લાભો પણ છે.
હિન્દુ ધર્મમાં માંથા પર તિલક કરવાની પરંપરા છે. કોઈપણ શુભ કાર્ય, પૂજા અને મંદિરમાં ભગવાનના દર્શન બાદ કપાળ પર તિલક કરવાનો રિવાજ હોય છે. કપાળ પર તિલક કરવા પાછળ ધાર્મિક ભાવનાની સાથે સાથે વૈજ્ઞાનિક આધાર પણ રહેલા છે. સામાન્ય રીતે ચંદન,કંકુ,માટી,હળદર,ભસ્મ વગેરેનુ તિલક કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તિલક નો લાભ લેવા માંગે છે પરંતુ અન્ય વ્યક્તિઓને દેખાડવા નથી માગતા તો શાસ્ત્રોમાં તેનો પણ ઉપાય બતાવવામાં આવેલ છે. દેવામાં આવેલ છે કે આવી સ્થિતિમાં કપાળ પણ પાણીથી જિલ્લા કરી લેવું જોઈએ. હવે તમને તિલક ધારણ કરવા પાછળ ના ફાયદાઓ ની ચર્ચા કરીશું.
કપાળ પર તિલક કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે. હકીકતમાં તિલક લગાવવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે કારણ કે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળ માં ભરપૂર વધારો થાય છે.કપાળ પણ નિયમિત રૂપે તિલક લગાવવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે. જેના કારણે માનસિક બીમારીઓથી બચી શકાય છે.
કપાળ પર નિયમિતરૂપે તિલક કરવાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.હળદર યુક્ત તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ થઇ જાય છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે રોગોથી મુક્ત કરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટો થી બચી જાય છે.