Edible Oil Prices in Gujarat: ગુજરાતમાં ગૃહિણીઓ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દરરોજ વધતી મોંઘવારી (inflation)ની વચ્ચે હવે ખાદ્યતેલના ભાવમાં મોટો (Edible oil prices fall) ઘટાડો જોવા મળ્યો છે. સતત ભાવ વધારા પછી હવે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. જો વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મહત્વનું છે કે, સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 રૂપિયા બોલાઈ રહ્યો છે.
સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહીણીઓને રાહત:
વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે ગૃહીણીઓ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. થોડા દિવસ અગાઉ ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ આંશિક ભાવ ઘટાડો થવાને કારણે ગૃહીણીઓને થોડી રાહત થઈ છે.
સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો ઘટાડો:
મહત્વનું છે કે, સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જેમાં ડબ્બામાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલનો ડબ્બો 50 રૂપિયા જેટલો સસ્તો થઇ ચુક્યો છે. ત્યારબાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2750-2850 રૂપિયા થઇ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 50 રૂપિયા ઘટતા મધ્યમ વર્ગએ રાહતનો શ્વાસ લીધો છે.
કપાસિયા તેલના ભાવ:
કપાસિયા તેલના ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસિયા તેલના ભાવ 1520-1600 રૂપિયા થયા છે. ગયા વર્ષે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા હતા. આ વર્ષે કપાસિયા તેલ કરતા સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો દેખાઈ રહ્યો છે. વેપારીઓ દાવો કરી રહ્યા છે કે, બજારમાં મંદી અને અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.