મોંઘવારીનો માર સહન કરતી ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. દરરોજ વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં એક સાથે જંગી ઘટાડો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે.
કપાસિયા તેલના ડબ્બામાં એક સાથે 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સીંગતેલના ડબામાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સૌથી વધુ ઘટાડો સનફ્લાવર તેલમાં થયો છે. જાણવા મળ્યું છે કે સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં એક સાથે 400 રૂપિયાનો ઘટાડો થયો છે.
સનફ્લાવર તેલના ડબામાં એક સાથે 400 રૂપિયાનો ધરકમ ઘટાડો થતાં જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે, આ વખતે કપાસની આવક થતા કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલનો ડબ્બો એકસાથે 200 રૂપિયા સસ્તો થયો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, હજુ પણ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. લાંબા સમયથી મોંઘવારીનો માર સહન કરતી સામાન્ય જનતા ત્રાહિમામ થઈ ગઈ હતી, તે વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં જંગી ઘટાડો થતાં સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે. ખાદ્ય તેલના વેપારીઓ જણાવી રહ્યા છે કે, આવનારા સમયમાં હજુ પણ ખાદ્યતેલના ભાવ ઘટવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.