સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ ધરાશય હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે 3 લોકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 3 વ્યક્તિને રેસક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં છે.
સ્થાનિકો દ્રારા કહેવામાં આવ્યું હતું કે, 15 દિવસ પહેલા આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ પગલાં ભરવામાં નહોતા આવ્યા. હાલમાં ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત 108ની ગાડી પણ ઘટના સ્થલે પહોંચી છે. ફાયરવિભાગ દ્રારા કહેવામાં આવ્યું હતું કે, ઈમારતમાં ભારે મશીનો હતો. આ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું જ બોલતી નથી.
નોંધનીય છે કે, 30 વર્ષ અગાઉ 2 માળના બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું. જે ઘણા સમયગાળાથી જર્જરિત હાલતમાં હતું. SMC દ્વારા બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ નોટિસ ધ્યાને નહીં લેવાતા માલિકોએ બિલ્ડીંગ માટે કોઇ જ પ્રકારનો નિર્ણય લીધો નહોતો. અંતે શનિવારની બપોરે આ ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો છે.
કાટમાળમાંથી 4ને રેસ્ક્યુ કરાયા
ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ કતારગામની ફાયરબ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી. બાદમાં અન્ય બે ગાડીઓ મોકલવામાં આવી હતી. જરીનું કારખાનું ચાલતું હતું ચાર લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. હાલ તમામ જગ્યા પર સર્ચ કરી લેવામાં આવ્યું છે.
આ અગાઉ પણ નોટિસ અપાઈ હતી
ફાયરબ્રિગેડ દ્વારા જર્જરીત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ બિલ્ડીંગને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. ત્રણેક માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી નહોતી.
મેયર સહિતના પદાધિકારીઓ દોડી ગયા
વસ્તાદેવડી રોડ પર ચાર માળનું ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પડ્યાની જાણ થતાં જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સીએફઓ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યાં હતાં. હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. આ ઘટના બાદ મયરે કહ્યું હતું કે, રેકોર્ડ ચેક કર્યા બાદ નોટીસ ફટકારવામાં આવી હતી કે નહીં તેની ખાત્રી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.