કેશુબાપાથી લઈને મોદી સુધીના મોટા-મોટા રાજનૈતિક ધુરંધરો આ અપશુકનિયાળ બંગલામાં રહેવા જતા હાંફી જાય છે

ગાંધીનગર (ગુજરાત): રાજધાની (Capital) ગાંધીનગર (Gandhinagar) માં આવેલ મંત્રી નિવાસસ્થાનની પાછળ કેટલીક માન્યતા (Recognition) રહેલી છે કે, જેમાં જે કોઈપણ મુખ્યમંત્રી (Chief minister) એક નંબરના…

ગાંધીનગર (ગુજરાત): રાજધાની (Capital) ગાંધીનગર (Gandhinagar) માં આવેલ મંત્રી નિવાસસ્થાનની પાછળ કેટલીક માન્યતા (Recognition) રહેલી છે કે, જેમાં જે કોઈપણ મુખ્યમંત્રી (Chief minister) એક નંબરના બંગલામાં રહે તો તેમણે એમનું પદ ગુમાવવાનો વારો આવે છે. ફક્ત આટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથીપાસે

ગાંધીનગરમાં રાજભવનની સામેં જ મંત્રીઓ માટેના બંગલા આવેલ છે કે, જેમાં કુલ 42 બંગલા આવેલા છે. જેમાં તમામ બંગલાને નંબર ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ 13 નંબરનો કોઈ બંગલો આવેલ નથી. કારણ કે, આ એક નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા રહેલી છે. 12 નંબરના બંગલા બાદ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.

જેઓ એક નંબરના બંગલામાં રહે તેઓ 5 વર્ષ પૂરા ન કરી શકે:
ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં પ્રવર્તી રહેલ માન્યતાઓનો કોઈ પાર રહ્યો નથી. કેટલીક માન્યતા તો પ્રણાલીની માફક પાળવામાં આવતી હોય છે. એમાં પણ ખાસ કરીને તો 1 નંબરનો બંગલો એટલે કે, મુખ્યમંત્રી નિવાસમાં જે કોઇપણ CM રહે તેઓ શાસનનાં 5 વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનાર માધવસિંહ સોલંકીથી લઈને કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રી બન્યા બાદ આ બંગલામાં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ.

મોદીએ પણ 26 નંબરના બંગલામાં રહેવાનું પસંદ કર્યું હતું:
રાજ્યના મુખ્યમંત્રીને ફાળવવામાં આવતો એક નંબરનો બંગલો અપશુકનિયાળ માનવામાં આવે છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી CM તરીકે આવ્યા ત્યારે તેમણે આ બંગલામાં રહેવાની પ્રણાલી તોડીને બંગલા નંબર 1ની પાસે આવેલ બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું હતું.

આની સાથે જ CM ના બંગલાને પોતાની ઓફિસ બનાવી દીધી હતી. જો કે, મોદી PM બન્યા બાદ આનંદીબહેન પટેલ CM હાઉસમાં રહેવા ગયા નહિ તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડવી પડી હતી. હવે વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં રહેતા હતા છતાં પણ તેમણે સત્તા છોડવી પડી હતી.

26 નંબરનો લકી બંગલો:
રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી બાદના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમને મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા તેમજ એમના બાદ બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. આની સાથે જ ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવી ગયો હતો. આમ, ઘણી માન્યતાઓ રહેલી છે.

ગાંધીનગરમાં 13 નંબરનો બંગલો જ નથી:
સૌથી મહત્ત્વની બાબત તો એ પણ છે કે, અપશુકનની માન્યતાને લીધે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો કોઈ બંગલો રાખવામાં જ આવ્યો નથી. જયારે એને બદલે 12 નંબરના બંગલા બાદ સીધો જ 12-A એવો નંબર આપી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *