અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ થઈ શકે છે રાત્રી કરફયુ, રાત સુધીમાં લેવાશે નિર્ણય

અમદાવાદમાં 57 કલાકનું આજથી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે ત્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્ફ્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. બંને શહેરના મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે મીડિયામાં નિવેદન આપ્યા હતા. દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ ની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે
અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

રાજકોટ માં પણ લાગી શકે છે કરફ્યુ…
સરકારી તંત્ર તરફથી અમદાવાદ શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં દાવા બાદ ગણતરીના સમયમાં જ રાજયના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વારા ટવીટ દ્વારા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવથી સોમવારે સવારે છ કલાક સુધી કડક કરફયૂનો અમલ લાગૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી.

વડોદરા શહેરમાં પણ લાગી શકે છે કરફ્યુ…..
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્ણ થતાં જ કોરોના અને કાયદાનો ફૂંફાડો દેખાઈ રહ્યો છે. શુક્રવારે રાતે 9  વાગ્યાથી રાત્રી કર્ફ્યૂની અમલવારી સાથે જ દિવસ દરમિયાન માસ્ક નહીં પહેરનારાં અને સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનારાં સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. શહેર પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમભંગ કરનારાં લોકો સામે વિધીવત એફઆઈઆર નોંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *