કોરોનાનો કહેર આખી દુનિયામાં મચેલો છે. દુનિયાના તમામ દેશો એક સાથે મળી તેની વિરુદ્ધ લડાઇ લડી રહ્યા છે.પરંતુ ક્યારેક ક્યારેક તેને સંબંધિત સકારાત્મક ખબરો પણ આવી રહી છે.અમેરિકામાં એક છ વર્ષનો બાળક કોરોના હરાવી હોસ્પિટલથી ઘરે આવ્યો છે. લોકો તે બાળકને હીરો ગણાવી રહ્યા છે.
મિરર ની એક રિપોર્ટ અનુસાર બાળકની માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી. આ કેશ અમેરિકાના ટેનેસી રાજ્યનો છે . અહીંયા રહેતા છ વર્ષના જોસેફ એપોતાની ફેફસાની જૂની બીમારી સામે લડતા કોરોના સામે લડાઈ લડી હતી. તેમ છતાં તેણે કોરોનાવાયરસ ને હરાવી દીધો હતો.
ફેસબુક પર તેની માતાએ પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તે હસતો નજર આવી રહ્યો છે અને પોતાની જાતને એક યોદ્ધા ગણાવી રહ્યો છે. સાથે જ તે પરિવાર અને મિત્રો નો ધન્યવાદ પણ કરી રહ્યો છે. તેવા લોકો વિશે પણ જણાવી રહ્યો છે જેણે તેમને સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી.
જોસેફની માતાએ જણાવ્યું હતું કે ૧૯ માર્ચે તેને ખબર પડી કે છે કોરોનાવાયરસથી પોઝીટીવ છે. તેણે શરૂઆતમાં ખાંસી અને શરદી ની ફરિયાદ કરી. તેણે શહેરમાં જ આવેલા એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. ત્યાં તેનામાં કોરોનાવાયરસના લક્ષણો જણાયા અને તેનો ઈલાજ પણ ત્યાં જ શરૂ કરવામાં આવ્યો.
19 માર્ચના રોજ જોસેફની માતાએ ફેસબુક પર તેના વિશે જાણકારી આપી હતી અને પોતાના મિત્રો અને સંબંધીઓને પોતાના દીકરા માટે પ્રાર્થના કરવા માટે પણ કહ્યું હતું. ત્યારબાદ જોસેફ ધીરે ધીરે સારો થવા લાગ્યો. લક્ષણો સાજા થઇ ગયા બાદ પણ તે બે અઠવાડિયા સુધી પોતાના ઘરમાં જ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news