ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો: હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી…

Weather forecast in Gujarat: સતત વધી રહેલી ગરમીને વચ્ચે હવામાન વિભાગની હીટવેવની આગાહી સામે આવી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવનારી દિવસોમાં (Weather forecast in Gujarat) આકરી ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી રહ્યા છે. તે અનુસાર કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. 42 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યારે અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું રહ્યું છે.

લૂથી બચવા અપનાવો આ ઉપાયો
ઉનાળામાં લાગતી લૂથી બચવા માટે તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે, જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો જરૂરી છે. આ સાથે વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા જરૂરી છે.

જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે તડકામાં નીકળો ત્યારે ચશ્માં અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જરૂરી છે. લૂ લાગવાની સૌથી વધુ સંભાવના બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિમાં હોય છે. જેથી આવા તમામ વ્યક્તિની વિશેષ કાળજી લેવી જોઇએ.

કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું કે કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્વ પાણી, છાશ, ORS, પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી જોઈએ. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું જોઇએ.

બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારવી જોઈએ. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી, તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપવું. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ.