આ છે દુનિયાના સૌથી ખતરનાક રેલવે રૂટ, તસ્વીરો જોઇને જ આવી જશે યમરાજની યાદ

રેલવે રુટ પર સામાન્ય રીતે દુર્ઘટનાના કારણે મૃત્યુ થતા રહે છે. તેવામાં દુનિયામાં એવા રેલવે રુટ પણ આવેલા છે તેને જોઈને જ જાણે યમદૂતની યાદ આવી જાય.આ રુટ એવા છે કે, તેમાંથી પસાર થવા પર ડર તો લાગે છે પણ પસાર થતી વખતે અદભુત નજારો પણ જોવા મળે છે.

1. ઈન્ડોનેશિયાનો આરગો ગેડે રેલ્વે રૂટ: રાજધાની જકાર્તાથી બૈનડંગની વચ્ચે ટ્રેન ખૂબ ઊંચા અને જોખમી પુલ પરથી પસાર થાય છે. આ પુલ પર ફેન્સીંગ નથી જેનાથી તે વધુ ભયાનક દેખાય છે.  આ પુલ પરથી પસાર થતી ટ્રેન મુસાફરોના જીવ તાળવે ચોટાડી દે છે. જો તમે પુલની નીચે ધ્યાન આપો તો સુંદર પર્વતો અને હરિયાળી ખૂબ જ આકર્ષક લાગે છે. વર્ષ 2002માં આ પુલ પર અકસ્માત થયો હતો, અહીંથી પસાર થતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ પરંતુ આ એક ચમત્કાર જ સમજો કે, તેમાં કોઈ મુસાફરોને ઇજા પણ ન પહોચી.

2. બામ્બુ ટ્રેન, કંબોડિયા: કંબોડિયામાં ફ્રેન્ચ લોકોએ આ રેલ્વે રૂટ બનાવ્યો હતો પરંતુ ખમેર રુજ શાસને તેમને બરબાદ કરી દીધો. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘરેલું કામો માટે આ રેલ્વે રૂટ પર હાથથી બનાવેલ વાંસની ગાડીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. વાંસની આ ટ્રેનોમાં મુસાફરી કરવી આનંદદાયક છે અને સાથે જ જોખમી પણ છે.

૩. ડેથ રેલ્વે, થાઈલેન્ડ: મ્યાનમારની સરહદ નજીક થાઇલેન્ડના કંચનબૂરી પ્રાંતમાં ડેથ રેલ્વે આવેલો છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, જ્યારે જાપાનીઓએ આ રેલ્વે માર્ગ બનાવ્યો, ત્યારે તેના નિર્માણ દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રેલ માર્ગ નદીના કાંઠે લીલાછમ અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે.

4. આસો મિનામી રૂટ, જાપાન: જાપાનનો મિનામી ટ્રેન રૂટ એવા ક્ષેત્રમાં છે જ્યાં પુષ્કળ જીવંત જ્વાળામુખી છે. વિસ્ફોટ ક્યારે અને ક્યાં થાય છે તેની રેલવે ઓથોરિટીને પણ ખબર નથી. આ ટ્રેનમાંથી પસાર થતાં જ્વાળામુખીના લાવાથી નષ્ટ કરાયેલા વૃક્ષો જોવા મળે છે.

5. ડેવિલ્સ નોઝ ટ્રેન, એક્વાડોર: એક્વાડોરમાં નરીઝ ડેલ ડિઆબલો ટ્રેન રૂટને શેતાનના નામથી ઓળખવામાં આવે છે. આ રેલ માર્ગ 9000 ફુટ ઊંચાઇના પર્વતો ઉપરથી પસાર થાય છે.

6. કુરંડા સિનીક રેલરોડ, ઓસ્ટ્રેલીયા: આ રેલ માર્ગ પરથી પસાર થતાં વ્યક્તિને સ્વર્ગ દેખાઈ જાય છે. આ રેલ્વે માર્ગ ભવ્ય જંગલોમાંથી પસાર થાય છે. આ માર્ગમાં ઘણા ધોધ પણ જોવા મળે છે, ક્યાંક ઝરણાંનું પાણી આખી ટ્રેનને પલાળી નાખે છે. ઝરણાંનું પાણી અંદર આવે ત્યારે એક તરફ ખૂશી અને બીજી તરફ ડર લાગે છે.

7. ચેન્નાઈ રામેશ્વરમ રૂટ, ભારત: 2 કિમી લાંબો પુલ આ રેલ્વે રૂટને અદભૂત બનાવે છે. સમુદ્રમાં બનેલો આ પુલ 1914માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી પસાર થતી વખતે તમને થોડા સમય માટે ક્યાંય પણ જમીન દેખાશે નહીં, દરિયાનું પાણી જોવા મળશે થોડા સમય માટે એવું લાગશે કે તમે નાવમાં બેઠા છો.

8. ટ્રેન એ લાસ ન્યુબ્સ, આર્જેન્ટીના: આ રેલ્વે રૂટનું કામ પૂર્ણ કરવામાં 27 વર્ષ લાગ્યા હતા. પર્વતોમાંથી પસાર થતો આ રેલ્વે માર્ગ ઘણી જગ્યાએ ઝિગઝેગ  છે. આ રેલ્વે ટ્રેક એટલો ઊંચો છે કે, કેટલીક જગ્યાએ મુસાફરોને એવો અહેસાસ થાય છે કે તે વાદળોમાંથી પસાર થઈ રહ્યા છે.

9. વ્હાઈટ પાસ અને યુકોન રૂટ, અલાસ્કા, યુએસએ: અલાસ્કામાં આવેલો આ રેલ માર્ગ સાંકડો છે. તે ક્યાંક ઊભા ખડકોમાંથી પસાર થાય છે. આ રેલ્વે માર્ગ 1898માં બનાવવામાં આવ્યો હતો, હાલમાં પણ તેનો ઉપયોગ પ્રવાસીઓ માટે થાય છે.

10. જોર્જટાઉન લુપ રેલરોડ,કોલારાડો: યૂએસ નૈરોગેજ રેલરુટથી ભરચક છે. અહીં ટ્રેન ઊંચા પર્વતો પરથી પસાર થાય છે. આ દુનિયાનો સૌથી ખતરનાક રુટ છે. આ રુટ ક્લિયર ક્રિક કાઉંટીમાં બનેલો છે અને આ રૂટ ચાંદીની ખાણ સુધી પહોંચવા માટે બનાવેલો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *