હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયા ઘરમાં કેદ થઇ ગઈ છે. લોકોને આ કોરોના વાયરસ ના થાય એ માટે સરકારે લોકોને બધું કામ બંધ કરાવી ઘરમાં રહેવા મજબુર કરી દીધા છે. કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને લીધે સમગ્ર વિશ્વભરના ઉદ્યોગો-ધંધા ઠપ થઈ ગયા છે. લોકોની રોજીરોટી બંધ થઇ ગઈ છે.
હાલ તો ટેક્નૉલૉજી કંપનીઓ પણ સારી સ્થિતિમાં નથી, પરંતુ કેટલીક કંપનીઓ એવી છે કે જે લૉકડાઉનના સમય દરમિયાન પણ નફો મેળવવામાં સફળ રહી છે. આજે ઘણી એવી કંપનીઓ છે કે જયારે દુનિયા ઘરમાં કેદ છે અને લોકોના કામ ધંધા બંધ થઇ ગયા છે અને આવા સમયમાં પણ અમુક કંપનીઓ કરોડો અરબોનો વ્યાપાર કરી રહી છે.
લોકોડાઉન સમગ્ર વિશ્વ માટે ખરાબ સાબિત થયું છે, જયારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘરે રહીને કામ કરો, પણ આવા સમયમાં લોકો પાસે કોઈ કામ ના હતું, ફક્ત સોફ્ટવેર કંપનીઓ વાળા લોકો પાસે ઘરે બેઠા કામ કરવા માટે કામ હતું.
ડેટા સુરક્ષાના કેટલાક મુદ્દાઓને બાદ કરીએ તો ડિસેમ્બર મહિનાથી ઝૂમ ઍપ્લિકેશનના શૅરની કિંમત બમણી થઈ ગઈ છે અને વપરાશકર્તાઓની સંખ્યા એક કરોડથી વધીને 2 કરોડ થઈ ગઈ છે. આ ઍપ્લિકેશન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ હવે કૅબિનેટની બેઠકોથી લઈને ઑફિસ મિટિંગ્સ સુધીનું બધું તેના પર થઈ રહ્યું છે. ઝૂમ ઍપ તેનું એકમાત્ર ઉદાહરણ નથી.
માર્ચ મહિનામાં માઇક્રૉસૉફ્ટની ટીમે અહેવાલ આપ્યો કે તેના વપરાશકર્તાઓ 4.4 કરોડ થઈ ગયા છે. જેમાં એક અઠવાડિયામાં 40 ટકાનો વધારો છે. રિમોટ ઍક્સેસ સૉફટવૅર ટીમવ્યુઅરની માગ પણ વધી છે. વર્ક-ચેટ ઍપ સ્લેકના ચીફ ઍક્ઝિક્યુટિવે જણાવતા કહ્યું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં દરરોજ નવા યુઝર રેકર્ડ્સ સેટ થઈ રહ્યા છે.
આજકાલ આપણે વર્ક ફ્રૉમ હોમ કરતાં હોઈએ એટલે કામ પૂરું થયા પછી પણ ઘરમાં જ હોઈએ, ત્યારે એવામાં ગેમિંગ સૉફટવૅર બનાવતી કંપનીઓનું કામકાજ સારું ચાલી રહ્યું છે. હવે ઑનલાઇન ગેમ્સ રમનારાઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળે છે. નવી લૉન્ચ થયેલી ગેમ કૉલ ઑફ ડ્યુટીના યુઝર્સ રાતોરાત 10 લાખ જેટલા થઈ ગયા છે.
વિક્રેતાઓનું માનવું છે કે ગેમ્સના વેચાણમાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે, તો હાર્ડવેરના વેચાણમાં 63 ટકાનો. આનો અર્થ એ થયો કે જલદી ગેમિંગ કંસોલનો માલ ખૂટી પડશે. જો કે આ માર્કેટ હજુ વધવાની સંભાવનાઓ છે. નવી ગેમ્સ અને કંસોલમાં વધારા છતાં તેનું માર્કેટમાં લૉન્ચિંગ કદાચ થોડું મોડું થઈ શકે છે. ઍક્સબોય્ઝના હેડનું કહેવું છે કે 2021માં આ ઇન્ડસ્ટ્રીએ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને સારું વેચાણ હોવા છતાં સ્ટૉકની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
માત્ર ગેમિંગ જ નહીં, વીડિઓ સ્ટ્રીમિંગ કંપનીઓને પણ આનો ફાયદો મળી રહ્યો છે. મનોરંજન માટે ગ્રાહકો નેટફ્લિક્સ અને બીજી વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓની સેવા માટે પૈસા ખર્ચી રહ્યા છે. નેટફ્લિક્સને 16 લાખ નવા સબસ્ક્રાઇબર્સ મળ્યા છે. તેમણે એક વર્ષનું કન્ટેન્ટ પહેલાંથી જ તૈયાર કરી રાખ્યું હતું. આગામી મહિનાઓમાં પણ તેમની પાસે ઘણા નવા કાર્યક્રમ છે. ડિઝની પ્લસે પણ માર્ચના અંતમાં બ્રિટન અને અન્ય ઘણા સ્થળે પોતાનું લૉન્ચિંગ કરી દીધું. તેના 3.3 કરોડ સબસ્ક્રાઇબર પહેલાંથી હતા, જે હવે લગભગ સાડા પાંચ કરોડની નજીક પહોંચી ગયા છે.
હવે તેઓ માર્કેટમાં નેટફ્લિક્સને સારો પડકાર આપી રહ્યા છે. ઘણાખરા દેશોમાં સિનેમા(થીએટર) બંધ હોવાને કારણે મોટી ફિલ્મો સીધી ડિજીટલ પ્લૅટફૉર્મ્સ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ્સ બનાવનારી કંપની યુનિવર્સલનું જાણવું છે કે તેઓ લૉકડાઉન પૂર્ણ થયા પછી પણ આ પ્રથા ચાલુ રાખશે. લૉકડાઉન દરમિયાન સ્પૉટિફાય ઍપના 13 કરોડ પેઇડ(પૈસા ચૂકવીને) સબસ્ક્રાઇબર બની ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news